તારાણા ટોલનાકા પાસે દારૂની 26 બોટલ સાથે ટાબરિયા સહિત ત્રણ પકડાયા
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના તારાણા ગામ પાસે આવેલા ટોલનાકા નજીકથી એલસીબી પોલીસે એક ઈકો મોટરમાં લઈ જવાતી ઈંગ્લીશ દારૂૂ ની ર6 નંગ બોટલ કબજે કરી મોરબી ના એક ટાબરીયા સહિત ત્રણ આરોપી ને ઝડપી લીધા હતા. જયારે. સપ્લાયરનું નામ ખુલવા પામ્યું છે. આ ઉપરાંત જામજોધપુરના મેથાણ ગામમાં એક મકાનમાંથી ઈંગ્લીશ દારૂૂના 92 નંગ નાના ચપલા મળી આવ્યા છે.
જોડિયા તાલુકાના તારાણા ગામ નજીક એક મોટરમાં ઈંગ્લીશ દારૂૂની હેરાફેરી થતી હોવાની બાતમી ન આધારે એલસીબી સ્ટાફે તારાણા નજીક આવેલા ટોલનાકા પર વોચ ગોઠવી હતી. અને પસાર થયેલી એક ઈકો મોટરને રોકી તેની તલાશી લેવાતા એલસીબીને તે મોટરમાંથી ઈંગ્લીશ દારૂૂની ર6 બોટલ મળી આવી હતી. દારૂૂના આ જથ્થા સાથે મોરબીના એજાઝ સલીમ ભટ્ટી, અને અક્ષય રાજુભાઈ પંડયા નામના બે શખ્સ તથા. એક સગીર ની અટકાયત કરવામાં આવી છે. દારૂૂ, ત્રણ મોબાઈલ તથા મોટર મળી રૂૂ.ર,79,690નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ શખ્સોએ દારૂૂનો તે જથ્થો મોરબીના વિરૂૂ નામના શખ્સે આપ્યો હોવાની કબૂલાત કરી છે. તેની શોધખોળ શરૂૂ કરવામાં આવી છે.
દારૂૂ ના અન્ય એક દરોડા માં જામજોધપુર તાલુકાના મેથાણ ગામમાં ગઈકાલે પોલીસ સ્ટેશન ના સ્ટાફે લલીત ગીરધરભાઈ બાબરીયા નામના શખ્સના મકાનમાં દરોડો પાડી તલાશી લેતા ત્યાંથી ઈંગ્લીશ દારૂૂના 9ર ચપલા મળી આવ્યા હતા. આથી પોલીસે દારૂૂ કબજે કરી આરોપી લલીત ની અટકાયત કરી હતી. દારૂૂ ના આ કેસ માં રાજકોટ ના અનિલ ભાસ્કર નું નામ ખુલવા પામ્યું છે.