ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ભગવતીપરામાં ડેરી નજીક વાહન રાખવાની ના પાડતા પિતા-પુત્ર સહિત ત્રણ પર હુમલો

04:09 PM Mar 06, 2025 IST | Bhumika
Advertisement

શહેરના ભગવતીપરા મેઇન રોડ પર આવેલી રાધેશ્યામ ડેરી પાસે વાહન રાખવા બાબતે ડેરીનાં સંચાલક પિતા - પુત્ર સહીત ત્રણ પર ત્રણ શખ્સોએ પાઇપ વડે હુમલો કર્યો હતો આ ઘટનામા બી ડીવીઝન પોલીસે ત્રણ આરોપી વિરુધ્ધ નોંધવામા આવી છે.

Advertisement

નવા ગામમા રામધામ પાર્કમા રહેતા અજીતભાઇ ઉર્ફે અજયભાઇ ભવાનભાઇ મુંધવા (ઉ.વ. ર4) એ પોતાની ફરીયાદમા કાનો તેના પિતા પ્રવિણભાઇ અને કાનાના નાના ભાઇ વિરૂધ્ધ પોલીસમા ફરીયાદ નોંધાવી છે. અજીતે ફરીયાદમા જણાવ્યુ હતુ કે તેઓ તેના ભાઇ અને પિતા સાથે ભગવતીપરા મેઇન રોડ જયનંદનવન સોસાયટી શેરી નં 1 ખાતે રાધેશ્યામ ડેરી ચલાવે છે ગઇકાલે ડેરીએ ભાઇ વિશાલ અને પિતાજી હાજર હતા ત્યારે ત્યા શેરીમા પ્રવિણભાઇનુ મકાન આવેલુ છે ત્યા પ્રવિણભાઇનો દિકરો કાનો જેને ડેરી પાસે પાતળી શેરીમા વાહન પાર્ક કરવાની ના પાડી છતા ત્યા પોતાનુ બાઇક મુકી ઘરે જતો રહયો હતો અને થોડીવાર બાદ આવીને વિશાલ સાથે ઝઘડો કરવા લાગ્યો હતો અને બપોરના અઢી વાગ્યાનાં અરસામા કાનો, તેમના પિતા અને તેમનો નાનો ભાઇ ગાળો બોલી પાઇપ લઇને આવી અજીતભાઇને કપાળનાં ભાગે પાઇપનો ઘા ઝીકી દીધો હતો જેથી તેમને તેમના પિતા અને ભાઇ વિશાલ છોડાવવા જતા તેને પણ માર મારતા ઇજા થઇ હતી. આ મામલે બી ડીવીઝન પોલીસમા અજીતભાઇએ ફરીયાદ નોંધાવતા ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી છે.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement