કીટીપરા આવાસમાં ગાળો બોલવાની ના પાડતા દંપતી સહિત ત્રણ પર હુમલો
શહેરમા કીટીપરા આવાસ યોજના પાસે જાહેરમા ગાળો બોલવા મામલે દંપતી સહીત 3 પર છ શખ્સોએ હુમલો કર્યો હતો. આ ઘટનામા પ્રનગર પોલીસ મથકે ગુનો નોંધ્યો હતો.
બનાવની વધુ વિગતો મુજબ કીટીપરા આવાસ યોજના પાસે રહેતા મુકેશ મધુભાઇ ભોણીયા (ઉ.વ. 30) એ પોતાની ફરીયાદમા આરોપી તરીકે અર્જુન ઉમેશ ભોણીયા, સમી નટુ કુવાડીયા, સંદીપ નટુ કુવાડીયા, નવઘણ ઉમેશ ભોણીયા, ઉમેશ ભાણજી ભોણીયા, રોહીત રવીભાઇ ભોણીયાનુ નામ આપતા તમામ સામે મારામારી, મદદગારી કરવી અને ધમકી આપવા અંગેની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.
આ ઘટનામા મુકેશે ફરીયાદમા જણાવ્યુ હતુ કે પોતે મજુરી કામ કરે છે અને ગઇકાલે મોડી રાત્રે 1ર વાગ્યાની આસપાસ ઘર નજીક હતા ત્યારે આરોપીઓ ત્યા ગાળો બોલતા હોય તેઓને ગાળો બોલવાની ના પાડતા તેઓ એકદમ ઉશ્કેરાઇ ગયા હતા અને પાઇપ વડે આડેધડ માર મારતા મુકેશ તેમજ તેની પત્ની કાજલબેન અને તેમનાં મોટાબાપુનો દીકરો અજયભાઇ બટુભાઇને શરીરે ઇજા થતા તેઓને સારવાર માટે સિવીલ હોસ્પીટલમા ખસેડાયા હતા. આ અંગે પ્રનગર પોલીસ મથકનાં પીએસઆઇ બી. વી. બોરીસાગર અને સ્ટાફે તપાસ કરી હતી.