વાંકાનેરમાં કારમાં પેલેસ્ટાઇનના અને લીલા ઝંડા લગાવવા મામલે ત્રણ ચાલક સામે ગુનો
આરોપીઓની ધરપકડ, પાકિસ્તાન વિરૂધ્ધ વિરોધ પ્રદર્શન થઇ રહ્યો છે તેવામાં વાંકાનેર પોલીસે ગંભીરતા દાખવી
મોરબીના વાંકાનેર શહેરમાં 26 એપ્રિલની રાત્રે જકાતનાકા તરફના માર્ગ પર ત્રણ કારચાલકોએ વિવાદ સર્જ્યો છે. આ ત્રણ કારચાલકો પૈકી એકે સ્વિફ્ટ કાર પર પેલેસ્ટાઇનનો ઝંડો અને અન્ય બે કાર પર લીલા રંગના ઝંડા લગાવવામાં આવ્યા હતા.
આ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસે તપાસ શરૂૂ કરી હતી. વિડિયોમાં દેખાતી કારોમાં મહિન્દ્રા થાર GJ-3-MH-5510, , સ્વિફટ GJ-3-PD-9211 અને એક નંબર પ્લેટ વગરની કાર સામેલ છે.
જમ્મુના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશમાં આક્રોશ છે અને પાકિસ્તાન વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. આવા સમયે આ પ્રકારની પ્રવૃત્તિને ગંભીરતાથી લેતા વાંકાનેર સિટી પોલીસે ત્રણેય કારચાલકો સામે આઇપીસી કલમ 281 અને 125 હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે આરોપીઓની ધરપકડ માટે કાર્યવાહી શરૂૂ કરી છે.