લાલપુરના મેઘપર પંથકમાંથી બાઇકની ચોરી કરનાર ટાબરિયો ઝડપાયો
12:51 PM Mar 15, 2025 IST
|
Bhumika
Advertisement
Advertisement
જામનગર જિલ્લા ના મેઘપર ગામ નજીક થી બે દિવસ પહેલાં બાઇક ની ચોરી થવા પામી હતી. જેમાં પોલીસે જામનગર માં થી એક સગીર ને ચોરાઉ બાઈક સાથે ઝડપી લીધો છે.
જામનગર ના સિટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશન નો સ્ટાફ પેટ્રોલીંગ માં હતો, ત્યારે પૂર્વ બાતમી ના આધારે એક સગીર ને ગોલ્ડન સીટી - તંબોલી ભવન વિસ્તાર માંથી જી.જે. 10 સી.આર - 4400 નંબર ના બાઈક સાથે પોલીસે ઝડપી લીધો હતો.
આરોપી ની પૂછપરછમાં તેની પાસે નું બાઇક ચોરી નું હોવાનું જણાવતા પોલીસે બાઈક કબજે કરી લઈ તેની પૂછ પરછ હાથ ધરી હતી.જામનગર ના બેડી વિસ્તાર માં રહેતા સાદીકભાઈ દાઉદભાઈ રફાઈ એ પોતાનું બાઈક ગત તારીખ 10 ના રોજ મેધપર ગામ માંથી ચોરી થયા ની ફરિયાદ પોલીસ માં નોંધાવી હતી. જેમાં પોલીસે બાઈક સાથે સગીર ને ઝડપી પાડ્યો છે .અને બાઈક ચોરી નો ભેદ ઉકેલ્યો છે.