જામનગર અને દ્વારકાની ત્રણ બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો એકની ધરપકડ
જામનગરની એલ.સી.બી. પોલીસના.સ્ટાફ એ જામનગર શહેરમાં ગર્વમેન્ટ કોલોની સામે, પત્રકાર સોસાયટી તરફ જતા ઢાળીયા પાસે થી એક બાઇક ચોરને ઝડપી લીધો છે.અને તેની પાસેથી ત્રણ ચોરાવ બાઈક કબજે લીધ છે.
જામનગર એલસીબી સ્ટાફે પત્રકાર કોળીની તરફ જતા માર્ગે થી મેહુલ નરસિંહભાઈ સોલંકી (રે. દરેડ તા. જામનગર )ની ઝડપી લઈ તે કબ્જા માથી બે.નંગ મોટર સાયકલ તથા રોકડ રૂૂપીયા 1500 થતા ગુનો કરવામા ઉપયોગ કરેલ એક મો.સા તેમજ મોબાઇલ ફોન મળી કુલ રૂૂ. 1,16,500નો મુદામાલ કબજે કર્યો છે. આરોપી ની પૂછપરછમાં તેની સાથે વાહન ચોરી કરનારા ભાવેશ નરશીભાઇ સોલંકી (રહે.દરેડ તા.જી.જામનગર), નવલેશ ઉર્ફે નવલો રાજુભાઇ ભાટી (રહે. તળાવની પાળ, જામનગર), ઇશ્વરભાઇ જગદીશભાઈ મારવાડી (રહે.પોરબંદર),. રાહુલભાઇ ઉર્ફે સીકો વાજેલીયા (રહે. ખંભાળીયા જી.દેવભૂમિ દ્રારકા)અને. અનીલભાઇ વાજેલીયા (રહે. ખંભાળીયા જી.દેવભૂમિ દ્રારકા)ના નામ ખુલવા પામ્યા હતા. આથી પોલીસે આ પાંચેયને પણ ફરારી જાહેર કરી ને તેની શોધખોળ હાથ ધરી.છે. આમ જામનગર સીટી બી ડીવી પો.સ્ટે., જામનગર સીટી એ ડીવી પો.સ્ટે. અને દેવભૂમિ દ્રારકાના ભાણવડ પો.સ્ટે.ના બાઈક ચોરી ન ગુનાનો ભેદ ઉકેલાયો છે.
પોલીસે ત્રણ મોટર સાયકલ કિ.રૂૂ.1,10,000, રોકડ રૂૂપીયા 1500 અને .રૂૂ. 5000ની કિમતનો મોબાઈલ મળી કુલ મુદામાલ રૂૂ. 1,16,500નો મુદામાલ કબજે લીધો છે. એલસીબી પોલીસ ના હાથે પકડાયેલ આરોપી મેહુલ સોલંકી સામે રાજકોટમાં.પણ બે ગુના નોંધાઈ ચૂક્યા છે.
આરોપી મેહુલભાઇ નરશીભાઇ સોલંકીએ પોતાના મિત્રોની સાથે મળી ચૌદ પંદર દિવસ પહેલા જામનગર શહેરમાં બસ સ્ટેન્ડની બાજુ માંથી એક હીરો સપ્લેન્ડર પ્લસ મો.સા.ની ચોરી કરેલ હતી. અને તે મો.સા. લઇ ભાણવડ તાલુકાના વેરાડ ગામે રાત્રીના સમયે એક મકાન માંથી ભગવાનના સોનાના દાગીના તથા રોકડ રૂૂપીયા 25000ની તથા એક દુકાનની બહાર પાર્ક કરેલ હીરો સપ્લેન્ડર પ્લસ મો.સા.ની ચોરી કરેલ છે.
અને આજથી આશરે છ દિવસ પહેલા જામનગર શહેરમાં જી.જી.હોસ્પીટલના પાર્કીંગ માંથી પોતાના ભાઈ તથા માસી અને ફઈના દિકરાના ભાઇઓની સાથે મળી મો.સા.ની ચોરી કરેલ છે. આ કાર્યવાહી પો.ઇન્સ. વી.એમ.લગારીયાના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ. પી.એન.મોરી તથા પો.સ.ઇ. સી.એમ.કાંટેલીયા તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
