ધોરાજી ઉર્ષમાં ગયેલા રાજકોટના નોનવેજના ધંધાર્થી પર ત્રણનો હુમલો
12:52 PM Nov 26, 2025 IST | Bhumika
રાજકોટ શહેરનાં સદર બજારમા આવેલા ધોબીવાડમા રહેતા અલ્ફેઝ ઇસ્માઇલ માંડરીયા (ઉ. વ. 19 ) નામનો યુવાનો ગઇ તા. 24 નાં રોજ સવારનાં સમયે ધોરાજીનાં બહાપુરા પાસે ઉર્ષમા ગયો હતો. ત્યારે જુના મનદુખને કારણે યાસીન સમા , અર્ફુજ સમા અને તોહીદ સમા અને તેની સાથેનાં અજાણ્યા શખ્સોએ હાથમા પહેરવાની મુઠ વડે તેમજ ઢીકાપાટુનો માર મારતા અલ્ફેઝને ઇજાગ્રસ્ત હાલતમા સારવાર માટે શહેરની સિવીલ હોસ્પીટલમા ખસેડાયો હતો.
Advertisement
અલ્ફેઝે જણાવ્યુ હતુ કે અગાઉ આરોપીઓ સાથે સામાન્ય બોલાચાલી થઇ હતી જેનો ખાર રાખી આરોપીએ હુમલો કર્યો હતો. અલ્ફેઝ કાલાવડ રોડ પર નોનવેજની દુકાન ધરાવે છે. આ મામલે સિવીલ હોસ્પીટલ પોલીસ ચોકીનાં સ્ટાફે ધોરાજી પોલીસને જાણ કરતા પોલીસે અલ્ફેઝનુ નીવેદન લેવા તજવીજ શરુ કરી છે.
Advertisement
Advertisement