For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જૂનાગઢના નિવૃત્ત RFOને હનિટ્રેપમાં ફસાવનાર રાજકોટની બે મહિલા સહિત ત્રણ ઝડપાયા

01:18 PM Oct 07, 2025 IST | Bhumika
જૂનાગઢના નિવૃત્ત rfoને હનિટ્રેપમાં ફસાવનાર રાજકોટની બે મહિલા સહિત ત્રણ ઝડપાયા

જૂનાગઢના નિવૃત્ત આર.એફ.ઓ.ને હનીટ્રેપમાં ફસાવી 40 લાખની ખંડણી માંગવા મામલે પોલીસે રાજકોટની બે મહિલા અને જૂનાગઢના એક યુવકની ધરપકડ કરી છે. મહિલાએ વીડિયો ઉતારી તેની બહેનપણીને આપ્યો હતો. બાદમાં આ વીડિયો જૂનાગઢના યુવકને આપી બ્લેકમેલ શરૂૂ કર્યું હતું.

Advertisement

શહેરના ચોબારી રોડ પર રહેતા નિવૃત આરએફઓ પરષોતમભાઈ ત્રિકમભાઈ કનેરીયા (ઉ.વ. 67)ને સોશ્યલ મિડીયાના માધ્યમથી રાજકોટની ઉર્મીલા નામની મહિલાએ પરિચય કેળવી રાજકોટ મળવા બોલાવી ચોટીલા લઈ જઈ ત્યાં હોટલમાં અંગત પળ માણી તેનો વિડીયો ઉતારી લીધો હતો. બાદમાં પોતે ગર્ભવતી થઈ ગઈ છે એમ કહી એબોર્શન માટે પૈસા પડાવ્યા હતા. બાદમાં જીશાન બદવી નામના શખ્સે વિડીયો મોકલી 40 લાખ રૂૂપિયા ખંડણી માંગી હતી, નહીતર વિડીયો સગાસબંધીઓને મોકલી દેવા ધમકી આપી હતી.

છોકરીઓ સાથે મિત્રતા કરી શરીર સબંધ બાંધી ગર્ભવતી કરી અને રૂૂપિયા આપી છોકરા પડાવી આપો છો એમ કહી ખોટી ફરિયાદ કરવા પણ ધમકી આપી હતી.
આ મામલે નિવૃત આરએફઓએ ફરિયાદ કરતા એલસીબી તથા બી ડિવિઝન પોલીસે રાજકોટના રૈયા ચોકડી વિસ્તારમાં આવેલા મીરાનગરમાં રહેતી ઉર્મીલા ધનજી ખીમસુરીયા (ઉ.વ. 28), મૂળ જૂનાગઢની અને હાલ રાજકોટ રહેતી શગુફતા ઉર્ફે જોયા અબ્દુલહબીબ શેખ (ઉ.વ. 23) અને જૂનાગઢના જુલાઈવાડાનો જીશાન ફારૂૂક બદવીની ધરપકડ કરી હતી. બી ડિવિઝન પીઆઈ એ.બી. ગોહિલે જણાવ્યું હતું કે, આ ટોળકીએ રેન્ડમલી ફેસબુક પર નિવૃત આરએફઓને મેસેજ કરી ફસાવ્યા હતા. નિવૃત આરએફઓ આ ટોળકીનો તેઓ પ્રથમ શિકાર હોવાનું જણાવે છે. હાલ વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement