ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ભાવનગરમાં 75 લાખની લૂંટ કરનાર ત્રણ ઝડપાયા

11:31 AM Mar 07, 2025 IST | Bhumika
Advertisement

આરોપીઓને ચિત્રા અને સિદસર વિસ્તારમાંથી ઝડપી લીધા: સૂત્રધાર કોણ? આજે ત્રણેયને કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરાશે

Advertisement

ભાવનગર શહેરના ચિત્રા એસબીઆઈ બેંકમાંથી રૂૂા.75 લાખની રોકડ લઈને બહાર આવેલાં યાર્ડના વેપારીને આંતરી રોકડ ભરેલાં બેગની દિલઘડક લૂંટ ચલાવી નાસી ગયેલાં ત્રણ રીઢા ગુન્હેગારોને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો હતો.ત્રણેયે વેપારી બેંકમાંથી નાણાં ઉપાડી બહાર આવ્યા ત્યારથી તેનો પીછો કરતા હતા અને રહેણાંકી વિસ્તારમાં આવતાં જ વેપારીને આંતરી છરીની અણીએ લૂંટ ચલાવી હોવાની કબૂલાત આપી હતી. પોલીસે લૂંટારા પાસેથી રોકડા રૂૂા.74.50 લાખ તથા ગુનામાં વપરાયેલ છરી અને વાહનો સહિતનો મુદ્દામાલ ઝડપી પાડયો છે.

ભાવનગર માર્કેટિંગ યાર્ડ બહાર મીના એન્ટરપ્રાઈઝ નામની પેઢી ચલાવતા વેપારી ગુલામ અબ્બાસ યાકુબઅલી યુસુફઅલી રાજાણી અને મહમદઅલી સાદિકઅલી લાખાણી ગત બુધવારે બપોરે એસબીઆઈ બેંકની ચિત્રા શાખામાંથી તેમની પેઢીના કરન્ટ એકાઉન્ટમાંથી રૂૂા.75 લાખ રોકડા ઉપાડી ઓમ પાર્ટી પ્લોટ પાછળ જીઆઈડીસી તરફ જતા રસ્તે પહોંચ્યા હતા. ત્યારે, રહેણાંકી વિસ્તાર શરૂૂ થતાં જ બે મોટરસાયકલ પર ત્રણ બુકાનીધારી શખ્સોએ તેમને આતર્યા હતા. અને વેપારીને છરી બતાવી પપૈસા આપી દે, નહિ તો છરી મારી દઈશ, તારે જીવવું હોય તો પૈસા આપી દેથ કહી તેમની પાસે રહેલા રૂૂપિયા ભરેલાં બેગની લૂંટ કરી નાસી છૂટયા હતા.બનાવની જાણ થતાં જ જિલ્લા પોલીસ વડા, એલસીબી, એસઓજી, ડોગ સ્કવોર્ડ તથા બોરતળાવ સહિતનો મસમોટો પોસી કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો હતો. બીજી તરફ, પોલીસે સીસીટીવી કેમેરા ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે લૂંટને અંજામ આપનાર લૂંટારાની શોધખોળ શરૂૂ કરી હતી.

દરમિયાનમાં વેપારી ગુલામ અબ્બાસ યાકુબઅલી યુસુફઅલી રાજાણીએ બોરતળાવ પોલીસ મથકમાં ત્રણ અજાણ્યા ઈસમો વિરૂૂદ્ધ તેમની પાસે રહેલાં રોકડા રૂૂા.75 લાખની રોકડ લૂંટી નાસી ગયાની ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદના આધારે પોલીસે લૂંટને અંજામ આપનારા હિતેન ઉર્ફે હિતલો વિજયભાઈ ચૌહાણ (રહે.મસ્તરામબાપા મંદિર પાછળ, ચિત્રા), રાકેશ ભુપતભાઈ બારૈયા (હાલ રહે.સિદસર, મુળ રહે. ખાંટડી, તા.ઘોઘા) અને અલ્પેશ ઉર્ફે ભોદી ખોડાભાઈ મકવાણા (હાલ રહે. સિદસર, મુળ રહે.ભીકડા, તા.ઘોઘા)ને રોકડા રૂૂા.74.50 લાખ, બે વાહનો, મોબાઈલ સહિત કુલ રૂૂા.74,97,000ના મુદ્દામાલ સાથે ચિત્રા અને સિદસર વિસ્તારમાંથી ઝડપી લીધાં હતા.

પોલીસની પ્રાથમિક તપાસમાં વેપારીએ બેંકમાંથી રૂૂપિયા ઉપાડયા ત્યારથી જ ત્રણેય લૂંટારાએ તેમનો પીછો કરી અંતે લૂંટને અંજામ આપ્યો હતો. જયારે, ઝડપાયેલાં ત્રણેયનો ઈતિહાસ ગુન્હાહીત હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું. જયારે, ગુનાહીત ઈતિહાસ ધરાવતા ત્રણેય આરોપીઓએ શા માટે લૂંટ કરી, અન્ય કોઈ શખ્સોની પણ સંડોવણી છે કે કેમ? તે તમામ સવાલોના તપાસમાં ખુલશે, તેમ જિલ્લા પોલીસ વડાએ વિગતો આપતાં જણાવ્યું હતું. હાલ પોલીસ ત્રણેય આરોપીઓને આજે શુક્રવારે કોર્ટમાં રજૂ કરી સાત દિવસના રિમાન્ડની માંગણી કરનાર છે.

Tags :
bhavnagarbhavnagar newscrimegujaratgujarat newstheft
Advertisement
Next Article
Advertisement