For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વેપારી સાથે રૂ. 16.51 લાખની છેતરપિંડી કરનાર ત્રણ પકડાયા : એક ફરાર

12:49 PM Feb 19, 2025 IST | Bhumika
વેપારી સાથે રૂ  16 51 લાખની છેતરપિંડી કરનાર ત્રણ પકડાયા   એક ફરાર

Advertisement

જામનગરના એક વેપારી ઓનલાઈન ચીટર ટોળકી નો શિકાર બન્યા હતા . રાજસ્થાન ની પેઢી ના નામે રૂૂપિયા 16.51 લાખનું ડીહાઈડ્રેડ ઓનિયન મંગાવી લીધા બાદ નાણાં ચૂકવવા માટે હાથ ખંખેરી લેવા અંગે રાજસ્થાન, ભાવનગર અને જામનગર ના ત્રણ શખ્સો સામે સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ હતી. જે કેસ ની તપાસ માં પોલીસે ત્રણ આરોપીઓ ને ઝડપી લીધા છે જ્યારે રાજસ્થાની શખ્સ ફરાર હોવા થી પોલીસ તેને શોધી રહી છે.

જામનગરમાં બ્રુક બોન્ડ ગ્રાઉન્ડ ની સામે આવેલી ઓશિયાનિક ફુડ લિમિટેડ નામની કંપની કે જેમાં જયદીપભાઇ મહેન્દ્રભાઈ ભૂત સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે વર્ષો થી નોકરી કરે છે. જેણે જામનગરના સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં રાજસ્થાનના રવિ કુમાર નાઈ જામનગર ના રાહુલ ગાગિયા અને ભાવનગર ના નિકુંજ ગોસ્વામી સામે રૂૂપિયા 16,51,640 ની છેતરપિંડી કરવા અંગેની ફરિયાદ નોંધાવી છે.ઉપરોક્ત ત્રણેય આરોપીઓએ ભેગા મળીને ગત જાન્યુઆરી માસમાં ફરિયાદીની પેઢીમાંથી વોટ્સએપ કોલિંગના માધ્યમથી ડીહાઈડ્રેડ ઓનિયનની ખરીદી કરી હતી, અને સાડા દસ હજાર કિલોગ્રામ જેટલું ઓનિયન ખરીદ કર્યા પછી તેની 16 લાખ 51 હજારની રકમનો ચેક આપ્યો હતો.

Advertisement

જે ચેક બેંકમાંથી નાણાના અભાવે પાછો ફર્યો હતો. ત્યારબાદ રકમની માંગણી કરવા જતાં ત્રણેયએ પોતાના મોબાઇલ ફોન સ્વીચ ઓફ કરી દીધા હોવાથી રાજસ્થાન સુધી વેપારી દ્વારા તપાસ કરી લેવામાં આવી હતી, પરંતુ આરોપી અથવા તેની પેઢીનો કોઈ પત્તો સાંપડ્યો ન હોવાથી આખરે આ પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે. જેમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર આઇ.એ. ધાસુરા અને તેની ટીમ આરોપીઓનું પગેરું દબાવવામાં આવ્યું હતું અને તપાસનો દોર રાજસ્થાન તેમજ ભાવનગર, મહુવા સુધી લંબાવ્યો હતો.

દરમિયાન રાહુલભાઈ ફોગાભાઈ ગાગીયા (રે. મોડપર તાલુકો લાલપુર, જીલ્લો જામનગર) નિકુંજ રાજુભાઈ ગોસ્વામી ( મહુવા ) ઉપરાંત વિજય રામજીભાઈ પરમાર (રે.મહુવા)ને ઝડપી પાડ્યા હતા. કારણ કે પોલીસ તપાસમાં વિજય પરમારની પણ સંડોવણી ખોલવા પામી હતી. હાથી પોલીસને ત્રણેની ધરપકડ કરીને બુધવાર સુધી તેમના રિમાન્ડ મેળવ્યા છે. જ્યારે આ કેસનો અન્ય એક આરોપી રવિ કુમાર નાઈ (રાજસ્થાન) ફરાર હોય પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. પોલીસના હાથે ઝડપાયેલા ત્રણેય આરોપીઓની પૂછપરછમાં તેમણે છેતરપિંડી કરીને ખરીદેલો માલસામાન અલગ અલગ જગ્યાએ વેચી માર્યો છે. આથી પોલીસે આ માલ સામાન કબજે કરવા તજવીજ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement