દોઢસો ફૂટ રીંગ રોડ રવેચી હોટેલ નજીક પૈસાની લેતી - દેતીમાં યુવાન પર હુમલો કરનાર ત્રણ ઝડપાયા
શહેરનાં દોઢસો ફુટ રીંગ રોડ ગાંધીગ્રામમા રહેતા અદનાન અલ્તાફભાઇ વિંધાણીને પંખાનાં પૈસાની લેતી દેતી મામલે નાણાવટી ચોક નજીક કવાર્ટરમા રહેતા ભરત કોળી ઉર્ફે ટકો નરેન્દ્રસિંહ દરબાર અને મુસા નામનાં શખસે દોઢસો ફુટ રીંગ રોડ પર આવેલી રવેચી હોટલ પાસે બોલાવી માર મારી અને વાહનમા તોડફોડ કરી હતી આ ઘટનામા ત્રણેય આરોપીને એલસીબી ઝોન 2 ની ટીમે ઝડપી લીધા હતા.
ઝડપાયેલા આરોપીઓમા નાણાવટી ચોક આરએમસી કવાર્ટરમા રહેતા નરેન્દ્રસિંહ પ્રભાતસિંહ ચૌહાણ, મુસ્તાક ઉર્ફે મુસો હુસેનભાઇ ખીયાણી અને ભરત ઉર્ફે સુનીલ કાનજીભાઇ અઘાડાને ઝડપી લેવામા આવ્યા હતા.
તેમજ માદક પદાર્થનાં ગુનામા નાસ્તા ફરતા અને આનંદ નગર બગીચાની સામે બ્લોક ન 9 તેમજ નાણાવટી ચોક આરએમસી કવાર્ટરમા રહેતા મીલન કિરીટભાઇ ડાભીને પોલીસે ઝડપી લીધો હતો . અને ગાંધીગ્રામ પોલીસને સોપ્યો હતો . આરોપી મીલન અગાઉ હત્યા, મારામારી, એનડીપીએસ અને દારુનાં ગુનામા પોલીસ ચોપડે ચડી ચુકયો છે. આ કામગીરી ડીસીપી ઝોન ર રાકેશ દેસાઇનાં માર્ગદર્શન હેઠળ એલસીબી ઝોન ર ની ટીમનાં પીએસઆઇ આર એચ. ઝાલા , ધર્મેન્દ્રસિંહ ઝાલા , અંકિત નીમાવત, અનીલભાઇ જીંજડીયા, અમીનભાઇ ભલુર અને પ્રશાંતભાઇ ગજેરાએ કરી હતી.