ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ખંભાળિયામાં યુવાન પાસેથી તોતિંગ વ્યાજ વસૂલી મારી નાખવાની ધમકી

01:23 PM Nov 19, 2025 IST | Bhumika
Advertisement

ખંભાળિયામાં ઝવેરી બજાર ખાતે આવેલી જોશીફળી ખાતે રહેતા પ્રતિકભાઈ જગદીશભાઈ ડોડીયા નામના 29 વર્ષના યુવાને થોડા સમય પૂર્વે અહીંના શક્તિનગર વિસ્તારમાં આવેલા ગાયત્રીનગર ખાતે રહેતા નિર્મલસિંહ ઉર્ફે નિરુભા જેટુભા ઝાલા પાસેથી પાંચ ટકાના વ્યાજ દરથી રૂૂ. ત્રણ લાખની રકમ લીધી હતી. જે સામે તેમણે આરોપીને રૂૂ. ચાર લાખ ચૂકવી આપ્યા હતા. તેમ છતાં પણ આરોપી નિર્મલસિંહ ઉર્ફે નીરુભા ઝાલાએ ફરિયાદી પ્રતિકભાઈ પાસેથી વધુ બે લાખની ગેરકાયદેસર રીતે માંગણી કરી તેમની પાસેથી કોરો ચેક અને તેમની મોટરકારની આર.સી. બુક અને ટી.ટી.ઓ. ફોર્મ મેળવી લીધા હતા. એટલું જ નહીં, આરોપી દ્વારા ફરિયાદી પ્રતિકભાઈને કોરો ચેક બેંકમાં નાખી અને ફરિયાદ કરવાની ધમકી આપી, અલગ અલગ સમયે પઠાણી ઉઘરાણી કરી, ધમકી આપવા સબબ ખંભાળિયા પોલીસે ભારતીય ન્યાય સહિતા અને ગુજરાત મની લેન્ડર્સ એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી કરી હતી.

Advertisement

ખાનગી કંપનીમાં બઘડાટી કરતા શખ્સ સામે ગુનો
કલ્યાણપુર તાલુકાના વીરપર ગામે રહેતા અશ્વિન ઉર્ફે કારિયા ભીમશી કાંબરીયા નામના શખ્સએ વીરપર ગામે આવેલી દાલમીયા ભારત રીફ્રેકટરીઝ લિમિટેડ નામની કંપનીની બોકસાઈટ માઈન્સ ખાતે આવી અને જો તેને કંપની તરફથી કોન્ટ્રાક્ટ આપવામાં નહીં આવે તો ખાણ વિસ્તાર સ્થિત કંપનીની ઓફિસે કોઈ પણ કર્મચારીઓને તે પ્રવેશ કરવા દેશે નહીં તેમ કહી, કંપનીની ઓફિસમાં અન્ય કર્મચારીઓ સાથે ઝપાઝપી કરી હતી.
આટલું જ નહીં, કર્મચારીઓના ટાંટિયા તોડી નાખવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ કંપની કર્મચારી સંજય કુમાર કૌશિક (ઉ.વ. 61) દ્વારા કલ્યાણપુર પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

મોરઝર ગામેથી દારૂૂ ઝડપાયો: આરોપી ફરાર
ભાણવડ તાબેના મોરઝર ગામે રહેતા વિજય ઉગાભાઈ બગડા નામના શખ્સના કબજા ભોગવટાની વાડીમાંથી પોલીસે રૂૂપિયા 31,200 ની કિંમતની વિદેશી દારૂૂની 24 બોટલ કબજે કરી હતી. જો કે આરોપી વિજય બગડા પોલીસને હાથ લાગ્યો ન હતો. જે અંગે ભાણવડ પોલીસે ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.

Tags :
crimegujaratgujarat newsKhambhaliyaKhambhaliya news
Advertisement
Next Article
Advertisement