ભાયાસરના વેપારીને રામપરાની કરોડોની જમીનનો સોદો કેન્સલ કરવા સંબંધીની ધમકી
આજીડેમ તાબેના ભાયાસરમાં રહેતા રેતી કપચીના વેપારીને રામપરામાં આવેલી કરોડોની જમીનનો સોદો કેન્સલ કરાવી જમીન નહીં ખરીદવા કોઠારીયાના શખ્સે ફોન પર ધમકી આપતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.વધુ વિગતો મુજબ,ભાયાસર ગામમાં રહેતા અને રેતી કપચીનો વેપાર કરતા નાગદાનભાઈ નારણભાઈ હુંબલ(ઉ.વ.28)એ તેમના સંબંધી કોઠારીયા ગામે સ્વાતીના પાણીના ટાંકા પાસે રહેતા ઘનશ્યામ પ્રભાત જળુંનું નામ આપતા તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી છે.આ અંગે આજીડેમ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.નાગદાનભાઈએ ફરિયાદમાં જાણવા મળ્યું હતું કે, અઢી મહીના પહેલા અમારી જ્ઞાતીના ભરતભાઈ વાઘજીભાઈ કુગશીયા (રહે.રામપરા બેટી, તા.જી.રાજકોટ વાળા)ની ખેતીની જમીન જે રાજકોટ તાલુકાના રામપરા (ચિત્રા) ગામ ના રેવન્યુ સર્વે નં.36 પૈકી 2 ની જુની શરતની હે, આશરે.ચો.મી. 1-21-41 ચો.મી. બરાબર એકર 3-00 ખેતીની જમીનનો સોદો નક્કી કર્યો હતો અને નક્કી કર્યા મુજબ તે જમીનનો રજીસ્ટર સાટાખત તા.01/02/2025 ના રોજ કરેલ હતો.જેમાં ખરીદનાર તરીકે પિતા નારણભાઈ રાવતભાઈ હુંબલ તથા વેંચનાર તરીકે ભરતભાઈ વાઘજીભાઈ કુગશીયા છે.આ જમીન રૂૂ.1,83,00,000/- માં ખરીદ કરેલી હોય જે પૈકી રૂૂ.20,00,000/- ટોકન આપેલ હતું.
બાકીના રૂૂપીયા સાત મહીનામાં ચુકવી જમીનનો દસ્તાવેજ કરી આપવાનું નક્કી થયું હતું.આ જમીન ખરીદ કર્યા બાદ અમારા સંબંધી ધનશ્યામભાઈ પ્રાભાતભાઈ જળુનો નાગદાનભાઈને ફોન કરી જણાવેલ કે,તેમને ભરતભાઈ વાઘજીભાઈ કુગશીયા પાસેથી રૂૂપીયા લેવાના છે.તમો આ જમીન ખરીદ કરતા નહી.અને જમીનમાં તમો પગ પણ મુકતા નહી જેથી અમોએ ઘનશ્યામભાઈ ને જણાવેલ કે ,અમે આ જમીન ખરીદી છે.તમારે ભરતભાઈ સાથે જે કાંઈ વાંધો હોય તો તેની સાથે વાત કરો તેમ કહ્યું હતું.ત્યારબાદ આ ઘનશ્યામભાઈ અવાર-નવાર મને ફોન કરી જમીનનો સોદો કેન્સલ કરવાની વાત કરતા હોય અને ગઈ તા.26/0 3/2025 ના રોજ રાત્રીના પોણા દસ વાગ્યા આસપાસ આ ઘનશ્યામભાઈ જળુ એ ફોન કરી જમીનનો સોદો કેન્સલ કરવાની વાત કરી ફોન ઉપર જેમ ફાવે તેમ ગાળો આપી જમીનમાં પગ મુકીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.