દ્વારકા ઓખામાં ત્રણ સ્થળોએ જુગાર દરોડામાં બે મહિલા સહિત તેર ઝડપાયા
દ્વારકાના રૂૂપેણ બંદર વિસ્તારમાં પોલીસે જુગાર દરોડો પાડી, મોડી રાત્રિના સમયે રોન પોલીસ નામનો જુગાર જુગાર રમી રહેલા જાકુબ હુસેન ભેંસલીયા, શબીર લાખાભાઈ લુચાણી, ઇશા કાસમભાઈ ભેંસલીયા અને હનીફ દાઉદ મુસ્લિમ નામના ચાર શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.
ઝડપાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂૂ. 13,610 રોકડા રૂૂ. 5,000 ની કિંમતનો એક મોબાઈલ ફોન તેમજ રૂૂ. 30,000 ની કિંમતનું ઈ-બાઇક મળી, કુલ રૂૂપિયા 48,610 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
અન્ય એક દરોડામાં દ્વારકાના ઇસ્કોન ગેઈટ પાસેથી પોલીસે મધ્યરાત્રીના સમયે જાહેરમાં ગંજીપાના વડે તીનપત્તી નામનો જુગાર રમી રહેલા અતુલ કાયાભા સુમણીયા, અજય દોલુભા સુમણીયા, જીગ્નેશ વિઠ્ઠલભાઈ ચાવડા, રમેશ મેઘજીભાઈ ખારવા, કાયાભા દેવાભા સુમણીયા અને શશીકાંત જગન્નાથ નાડર નામના છ શખ્સોને રૂૂપિયા 3,370 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ, ગુનો નોંધ્યો હતો.
ઓખા મરીન પોલીસે અલાના ભીખન તુરક, મુમતાઝબેન સુલેમાન ભીખલાણી અને જુબીબેન સુલેમાનભાઈ કુરેશીને તીનપત્તીનો જુગાર રમતા મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.