ચોટીલામાં બંધ મકાનમાંથી રૂ.1.95 લાખની ચોરી
ચોટીલામાં 1 દિવસમાં 2 ચોરીના બનાવ સામે આવ્યા હતા. જેમાં પોપટપરામાં મકાનમાંથી સોના, ચાંદીના દાગીના સહિત રોકડની ચોરી થઈ હતી. જ્યારે ચામુંડા નગરમાંથી બાઇક ચોરાયું હતું. ચોટીલામાં પોપટપરા વિસ્તારના શિક્ષક થોભણભાઈ ઠાકરશીભાઈ ડેરવાળિયા, તેમના પત્ની મનિષાબેન સુરત ગયા હતા.
દરમિયાન પાડોશી અભુભાઈ જમોડ દ્વારા ફોન કરી જાણ કરાઈ કે, તમારો દરવાજાનો લોક તૂટેલો છે. ચોટીલા પોલીસે તપાસ હાથ ધરતા સોનાનો હાર 40 ગ્રામ અને સોનાની બુટી 5 નંગ 20 ગ્રામ અને સોનાનું મંગલસૂત્ર 35 ગ્રામ અને સોનાના પાટલા 2 જોડી 44 ગ્રામ, 3 સોનાના ચેન, 30 ગ્રામ સોનાના પેન્ડલ, 2 નંગ પાંચ ગ્રામ અને સોનાની કડી જોડી એક અને સોનાના દાણા નંગ 4, ચાંદીના છડા તેમજ થોભણભાઈના સાળી પૂર્વીબેનના સોનાનો હાર અને સોનાની બુટી મળી 47 ગ્રામ અને ચાંદીના છડાં 5 જોડી અને રોકડા 25,000ની ચોરી થઈ હતી. આમ કુલ 1,95,000ના સોના, ચાંદી અને રોકડની ચોરી થઈ હતી. ચામુંડાનગરમાં ઓચવાણી હોસ્પિટલમાં નોકરી કરતા ગિરીશભાઈ ઓચવાણીનું મોટરસાઈકલ હોસ્પિટલને બહાર લોક કરી રાત્રે મૂક્યું હતું જે સવારે ન મળતા ફરિયાદ નોંધવાઈ હતી.