જેતપુરના ખિરસરામાં સ્વામી.મંદિર અને મંડળીમાં ચોરી
સરકારી મંડળી અને સ્વામિનારાયણ મંદિરમાં તસ્કરો ત્રાટકયા, 19 હજારની રોકડ અને કેમેરા ઉઠાવી ગયા
જેતપુર તાલુકાના ખીરસરા ગામમાં તસ્કરો ત્રાટક્યા હતા એક જ રાતમાં તસ્કરોએ બે સ્થળોએ ચોરી કરી હતી.
ચોરોએ ગામની દૂધ ઉત્પાદક મંડળી અને સ્વામિનારાયણ મંદિરને નિશાન બનાવ્યા હતા.આ બનાવ અંગે મંડળીના મંત્રીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
મળતી માહિતી મુજબ જેતપુર તાલુકાના ખીરસરા ગામમાં તસ્કરો ત્રાટક્યા હતા. રાત્રિના 2 થી 2.30 વાગ્યાની આસપાસ ખીરસરા ગામે ઘુસેલા તસ્કરોએ પ્રથમ ખીરસરા ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીને નિશાન બનાવી હતી અને મંડળીમાં રાખેલ રૂૂ.19 હજારની રોકડ ચોરી ગયા હતા તેમજ પુરાવાનો નાશ કરવાના ઈરાદે, તસ્કરો સીસીટીવી કેમેરાનું ડીવીઆર પણ ચોરી ગયા હતા.
આ ઉપરાંત, મંડળીમાં રાખેલા ટીવી સહિતની અન્ય વસ્તુઓને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.દૂધ મંડળી બાદ, તસ્કરોએ ગામમાં આવેલા સ્વામિનારાયણ મંદિરને પણ નિશાન બનાવ્યું. તસ્કરોએ મંદિરમાં રાખેલી દાનપેટી તોડી તેમાંથી રોકડ રકમની ચોરી કરી હતી. એક જ રાતમાં ગામના મંદિર અને દૂધ મંડળી જેવી સંસ્થાઓમાં ચોરી થતાં ગ્રામજનોમાં ચિંતા અને રોષ વ્યાપી ગયો છે. આ સમગ્ર ઘટના અંગે જેતપુર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.