મીલપરા અને સીતારામ સોસાયટીમાં મકાનમાં ચોરી : ત્રણ શખ્સો હાથવેંતમાં
ભક્તિનગર પોલીસ વિસ્તારમાં આવેલા મિલપરા પાસે તેમજ કોઠારીયા રોડ પરની સીતારામ સોસાયટીમાંથી ચોરી થયાની ફરિયાદ પોલીસમાં નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી ત્રણ આરોપીને સકંજામાં લીધા હતા.
વધુ વિગતો અનુસાર,વાણીયા વાડી શેરી નં.5 વિશાખા એપાર્ટમેન્ટ ફલેટ નં.301માં રહેતા.
વિજયભાઈ ભગવાનજીભાઈ પીઠડીયા(ઉ.વ.50)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેમને એક દીકરી છે અને તેમનું જુનું મકાન જગદીશ નિવાસ કાંતા સ્ત્રી વિકાસ ગૃહ સામે હનુમાનદાદાની ડેરી પાસે મીલપરા પાસે બે માળનું આવેલું છે.આ મકાનમાં નીચે મારી દરજીની દુકાન રંગોલી ટેઇલર આવેલ છે. ગઇ તા.20/01ના રોજ સવારના આશરે સાતેક વાગ્યે તેઓ રંગોલી ટેઇલ દુકાને ગયો હતો અને આ વખતે જુના મકાનના દરવાજાનો નકુચો તુટેલ જોયો હતો.જેથી તેઓ મકાનમાં ગયેલ અને જોતા મકાનનો સામાન વેરવિખેર હાલતમાં હતો.કબાટમાં રાખેલ સાડી તેમજ રોકડા રૂૂપિયા રાખેલ થેલો જોવામાં આવ્યો નહીં.ઘરમાંથી જે પાકીટમાં રોકડા નાંણા જુદા જુદા દરની નોટો આશરે રૂૂ.1500 જેટલી રોકડ રકમ મળી કુલ રૂૂ.2500 ની ચોરી થઈ હતી.જ્યારે બીજા બનાવમાં 80 ફૂટ રોડ સીતારામ સોસાયટીમાં રહેતા પ્રભાબેન મનસુખભાઈ ચનાભાઇ મુંગપરા(ઉ.વ.60)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે,પતિ આજથી ચારેક વર્ષ પહેલા મરણ ગયા છે મારે સંતાનમા એક દિકરી છે જેમના લગ્ન થઈ ગયા છે.
ગઇ તા.17/12 ના રોજ સવારના આશરે અગીયારેક વાગ્યે મારી દિકરી નિરાલી તેનું સ્કૂટર લઇને મારા ઘરે આવેલ અને તેને તેના દિકરાના ચોપડા લેવાના હોય જેથી હુ તેની સાથે બેસીને મવડી ગઈ હતી.ત્યા રસ્તામા અમારૂૂ એક્સિડન્ટ થઇ જતા સ્ટાર સિંનર્જી હોસ્પિટલમા સારવાર લિધેલ અને ત્યારબાદ હુ મારી દિકરી નિરાલીના ઘરે જતી રહેલ હતી અને ત્યાજ રોકાયેલ હતી અને ગઇ તા.21/01ના સાંજના છ એક વાગ્યે મારી દિકરીને મારા ઘરની બાજુમા 2હેતા રીનાબેનનો ફોન આવેલ કે તમારા મમ્મીના ઘરના તાળા તુટેલા છે ત્યાં તપાસ કરતા રૂૂ.12000/-પાકીટમા રાખ્યા હતા.જે પાકીટ જોવામા આવેલ નહી અને મારા ઘરનો સામાન વેર વિખેર હાલતમા હતો.આ ચોરી મામલે ભક્તિનગર પહોંચી પીએસઆઇ એમ.એન.વસાવા અને સ્ટાફે સીસીટીવી ફુટેજ પરથી ત્રણ શખ્સોની ઓળખ મેળવી સંકજામાં લીધા હતા.ત્રણેયની પૂછપરછમાં વધુ ચોરીના ભેદ ખુલવાની શક્યતા છે.