ખંભાળિયા નજીક ખાનગી કંપનીમાં થયેલી ચોરી પ્રકરણનો ભેદ ઉકેલાયો
ખંભાળિયા - જામનગર માર્ગ પર આવેલી એસ્સાર પાવર ગુજરાત કંપનીમાંથી થોડા સમય પૂર્વે કોપર વાયર સહિતના મુદ્દા માલની ચોરી થયાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. આ પ્રકરણ સંદર્ભે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલ તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં એલ.સી.બી.ના એ.એસ.આઈ. જેસલસિંહ જાડેજા, મશરીભાઈ ભારવાડિયા અને દિનેશભાઈ માડમને મળેલી ચોક્કસ બાતમીના આધારે કંપની નજીકના વિસ્તારમાં નાના માંઢા ગામે રહેતા માણસી કુંભા મસુરા (ઉ.વ. 37), ટીંબડી ગામના અલી કરીમ સંઘાર (ઉ.વ. 35) અને સિરાજ ઓસમાણ ઘાવડા (ઉ.વ. 27) નામના ત્રણ શખ્સોને એલસીબીની ટીમે દબોચી લીધા હતા.ઝડપાયેલા આ શખ્સો પાસેથી પોલીસે ચોરીના જુદાજુદા કોપર વાયર, વેલ્ડીંગ કરવાનું મશીન ચોરી કરવામાં ઉપયોગમાં લીધેલા સાધનો તેમજ મોબાઈલ ફોન મળી કુલ રૂૂપિયા 2,92,239 નો મુદ્દામાલ કબજે કરી, આગળની તપાસ અર્થે આરોપીઓનો કબજો વાડીનાર મરીન પોલીસને સોંપ્યો છે. આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. ભાર્ગવ દેવમુરારી, એસ.વી. કાંબલીયા તેમજ ટીમ દ્વારા કરવામાં આવી હતી.