For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પોરબંદર સરકારી હોસ્પિટલમાં પોલીસને ધકકો મારી ચોરીનો આરોપી ભાગી ગયો

01:23 PM May 27, 2025 IST | Bhumika
પોરબંદર સરકારી હોસ્પિટલમાં પોલીસને ધકકો મારી ચોરીનો આરોપી ભાગી ગયો

Advertisement

સિકયોરીટી ગાર્ડે પકડવાનો પ્રયાસ કર્યો પરંતુ હાથ ન લાગ્યો

પોરબંદરની સરકારી હોસ્પિટલમાં સોમવારે સવારે એક ચકચારી ઘટના બની. કુતિયાણા પોલીસે ચોરીના કેસમાં પકડેલો એક આરોપી પોલીસ કસ્ટડીમાંથી ફરાર થઈ ગયો.

Advertisement

કુતિયાણા પોલીસે ચોરીના કેસમાં બે શંકાસ્પદ આરોપીઓની અટકાયત કરી હતી. બંને આરોપીઓને ઈજા થવાને કારણે સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આરોપીઓને કેદી વોર્ડમાં પોલીસ જાપ્તા હેઠળ રાખવામાં આવ્યા હતા.

સોમવારે સવારે બે આરોપીઓમાંથી એક આરોપીએ પોલીસને ધક્કો મારી ફરાર થવામાં સફળતા મેળવી. પોલીસ અને સિક્યુરિટી ગાર્ડે આરોપીને પકડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે સફળ ન થયા.

હાલ પોલીસે ફરાર થયેલા આરોપીની શોધખોળ શરૂૂ કરી છે. આ ઘટનાએ વિસ્તારમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસ કસ્ટડીમાંથી આરોપીના ફરાર થવાની ઘટનાએ સુરક્ષા વ્યવસ્થા સામે પ્રશ્નો ઉભા કર્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement