કેશોદમાં મોબાઇલની દુકાનમાંથી 14.28 લાખની ચોરીનું પગેરું રાજકોટ સુધી લંબાયું
કેશોદ શહેરના 24 કલાક ધમધમતાં બસ સ્ટેશન રોડ પર આવેલ સાંઇરામ મોબાઈલ શોપમાં અજાણ્યાં શખ્સોએ ગેર કાયદેસર પ્રવેશ કરી 66 નંગ એન્ડ્રોઇડ મોબાઈલ ફોન, ઈયર બર્ડ 3 નંગ અને રોકડ 3 લાખ 97 મળી કુલ 14 લાખ 28 હજાર જેવી રકમના મુદ્દામાલની તસ્કરી કરી હતી. સીસીટિવીમાં એક જ તસ્કર દુકાનમાં પ્રવેશ્યો હોય તેવું સીસીટીવી ફુટેજમાં જોવા મળ્યું હતું.
જયારે અન્ય 4 તસ્કરો દુકાનની બહાર રખોલું કરતાં હોવાનું અનુમાન છે. તસ્કરો તસ્કરી કરી ટેક્ષી ભાડે કરી રાજકોટ તરફ ભાગી છુટયાની વિગતો મળી રહી છે. પોલીસે સંજયકુમાર શ્યામભાઈ રાયસિંગાણીની ફરિયાદ નોંધી જુદી જુદી એજન્સી મારફત તપાસ હાથ ધરી છે. આ તસ્કરીની ઘટનામાં સૌપ્રથમ દુકાન માલિકે 70 થી 80 જેટલાં મોબાઈલ કે જેની કિંમત 25 લાખ હોવાની પ્રાથમિક વિગતો જાહેર કરી હતી. બાદ જયારે દુકાન માલિકે બિલ રજૂ કર્યા તે મુજબ પોલીસે 3 લાખ 97 હજાર રોકડ, 66 મોબાઈલ મળી કુલ 14 લાખના મુદામાલની ફરિયાદ 2જીસ્ટર્ડ કરી હતી. આ ચોરીની ઘટનામાં દુકાન માલિકને ગુરૂૂવારના સવારે 11 કલાકે જાણ થઈ અને પોલીસે તે જ રાત્રીના 10:30 કલાકે ફરિયાદ નોંધી હતી. બુધ - ગુરૂૂ રાત્રીના બનેલ ઘટનાને 3 દિવસ થવા છતાં પોલીસના હાથે હજુ સુધી એક પણ તસ્કર ઝડપાયો નથી.