રિક્ષામાં લખેલા ‘જય મેલડી માં’ પરથી ફરસાણની દુકાનમાં થયેલી 5 હજારની ચોરીનો ભેદ ઉકેલાયો
સીસીટીવી ફુટેજ પરથી રૈયાધારનો રીઢો ચોર ઓળખાયો, મવડી ફાયર બ્રિગેડ પાસેથી જ પકડી લીધો
મવડી વિસ્તારમાં આવેલા ગુરૂૂપ્રસાદ ચોક નજીક બાલાજી ભવાની ફરસાણ નામે દુકાન ધરાવતાં વિશાલ નિતીનભાઇ ચંદારાણા (ઉ.વ.34)ની દુકાનમાંથી રૂૂા.5 હજારની રોકડ ચોરી કરનાર આરોપીને માલવીયાનગર પોલીસે પકડી લઈ રોકડ અને રિક્ષા સહિત રૂૂ.55 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ ઘટનામાં માલવીયા પોલીસ મથકના પીએસઆઇ ડી.એસ.ગજેરા,અજયભાઈ વિકમાં,ભાવેશભાઈ ગઢવી અને સ્ટાફે બાતમીને આધારે ચોરી કરનાર દશરથ ઉર્ફે દસ્તો ગભુભાઈ જોગરાણા (ઉ.વ.30, રહે. રૈયાધાર સ્લમ કવાર્ટર, મૂળ થાનગઢ)ની ધરપકડ કરી હતી.ગોકુલધામ સોસાયટીમાં ભાડેથી રહેતો વિશાલ ગઈકાલે તેની દુકાને હતો ત્યારે ગ્રાહકના સ્વાંગમાં આવેલો અજાણ્યો શખ્સ તેની નજર ચુકવી દુકાનના થળામાંથી રૂૂા.પ હજારની ચોરી કરી ભાગી ગયો હતો.
જે ગઠીયો સીસીટીવીમાં ચોરી કરતા કેદ થઈ જતા માલવીયાનગર પોલીસે ગુનો દાખલ કરી તપાસ કરી મવડી ફાયર બ્રિગેડના ખુણા પાસે જય મેલડીમાં લખેલી રીક્ષા પડી હોય તેવી બાતમી મળતા જ પોલીસે આરોપી દશરથ ઉર્ફે દસ્તા જોગરાણાને પકડી રોકડ અને રિક્ષા મળી કુલ રૂૂા.પપ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપી અગાઉ વાહનચોરી, ઘરફોડ ચોરી, સહિત 12 ગુનામાં પકડાઈ ચુક્યો છે.