ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રાજકોટ-સુરેન્દ્રનગર જિલ્લામાં 15 દિવસમાં થયેલી આઠ પશુની ચોરીનો ભેદ ઉકેલાયો

05:01 PM Jul 14, 2025 IST | Bhumika
Advertisement

રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી છેલ્લા 15 દિવસમાં થયેલી 8 પશુની ચોરી મામલે પોલીસને મહત્ત્વની સફળતા મળી છે. માલવિયાનગર પોલીસે આનંદ બંગલા ચોક નજીક બ્રિજ પાસેથી આ ગેંગના એક શખસની ધરપકડ કરી રોકડ 50 હજાર અને એક બોલેરો કાર સહિત 5.50 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

વિગતો અનુસાર, માલવિયાનગર પોલીસ મથકના પીએસઆઈ એમ.જે. ધાંધલ,એએસઆઈ હિરેનભાઈ પરમાર અને તેમની ટીમ વિસ્તારમાં પેટ્રોલિગમાં હોય તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ અજયભાઈ વીકમાં અને ભાવેશભાઈ ગઢવીને મળેલી બાતમીના આધારે આનંદ બગલા ચોક પાસે સ્વામી વિવેકાનંદ બ્રિજ પાસેથી બોલેરો કારના ચાલક મહેશ વિહાભાઈ પરમાર (ઉં.વ. 26, રહે. ગોંડલ, કોટડા ચોકડી બાયપાસ ઝૂંપડપટ્ટી, મૂળ ગામ વાંકાનેર)ને અટક કરી તલાસી લેતા તેની પાસેથી રોકડ 50 હજાર મળી આવેલ હતા.

પોલીસે મહેશની કડક પૂછપરછ કરતાં તે ભાંગી પડયો અને કબૂલાત આપતા જણાવ્યું હતું કે, તેણે અન્ય ત્રણ સાગરિતો ફારૂૂક ઉર્ફે કાળુ ગેલાભાઈ પરમાર, વનરાજ ઉર્ફે અર્જુન ગેલાભાઈ પરમાર અને રવી રતાભાઈ સીંધવ સાથે મળી છેલ્લા 15 દિવસમાં ધ્રાંગધ્રા, હળવદ અને આટકોટ-ગોંડલના વાડી વિસ્તારોમાંથી કુલ 8 ભેંસોની ચોરી કરી હતી અને તેને વેચી નાખી હતી.જેના આધારે પોલીસે પશુ ચોરી કરતી ગેંગના ફરાર આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Tags :
crimegujaratgujarat newsRajkot-Surendranagar district
Advertisement
Next Article
Advertisement