IVFના ગોરખ ધંધા, મહિલાને પતિના બદલે અન્યના બાળકની માતા બનાવી દીધી
હાઈકોર્ટના જસ્ટિસ એચડી સુથારે બુધવારે વડોદરા પોલીસને વડોદરા સ્થિત મહિલા ગાયનેકોલોજીસ્ટ અને તેમની ટીમ સામે FIR નોંધવા સંબંધિત મામલાની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો.
કેસની વિગતો મુજબ, 2023 માં, એક દંપતીએ ઓએસિસ ફર્ટિલિટીના ડો. સુષ્મા બક્ષીનો સંપર્ક કર્યો. તેમણે વીર્ય અસામાન્યતા ધરાવતા પતિ માટે દવા લખી આપી. થોડા મહિનાઓ પછી દંપતી ફરીથી ડોક્ટર પાસે ગયું, અને પત્નીએ ઇન્ટ્રાઉટેરાઇન ઇન્સેમિનેશન પ્રક્રિયા કરાવી, જે પણ નિષ્ફળ ગઈ. ડોક્ટરોની સલાહ પર, તેઓએ IVF સારવાર માટે રૂૂ. 5.50 લાખ જમા કરાવ્યા.
ગયા વર્ષે 31 માર્ચે ડોક્ટરોએ પતિ પાસેથી વીર્યના નમૂના લીધા અને તેને ક્રાયોપ્રિઝર્વ્ડ (વીર્ય ફ્રીઝ) કર્યું. પ્રથમ IVF ચક્રનું કોઈ પરિણામ આવ્યું નહીં. બીજા IVF ચક્ર દરમિયાન, પત્ની ગર્ભવતી થઈ અને 22 એપ્રિલે તેણે એક છોકરીને જન્મ આપ્યો.
બાળકના જન્મ પછી દંપતીએ બાળકીની કેટલીક તબીબી તપાસ કરાવી, કારણ કે તેણીને તબીબી ગૂંચવણો હતી. બ્લડ ગ્રુપમાં વિસંગતતાને કારણે, દંપતીએ પ્રમાણિત ફોરેન્સિક લેબોરેટરી દ્વારા બાળકીનો DNA ટેસ્ટ કરાવ્યો. પરીક્ષણમાં જાણવા મળ્યું કે છોકરીનો DNA પ્રોફાઇલ માતા સાથે મેળ ખાય છે પરંતુ પિતા સાથે નહીં. જ્યારે હોસ્પિટલે કોઈ જવાબ આપ્યો નહીં, ત્યારે દંપતીએ બક્ષી અને તેની ટીમ સામે FIR નોંધાવવા માટે પોલીસનો સંપર્ક કર્યો. જોકે, પોલીસે કંઈ કર્યું નહીં. દંપતીએ તેમના વકીલ એમબી ગોહિલ દ્વારા ઇંઈમાં FIR નોંધાવવા માટે અરજી કરી. ડોક્ટરે કોર્ટને વિનંતી કરી કે તેણીને પક્ષકાર તરીકે જોડાવાની મંજૂરી આપવામાં આવે. ત્યારબાદ ઇંઈએ પોલીસને આ મામલાની તપાસ કરવાનો આદેશ આપ્યો.