કુખ્યાત અલ્પેશ દોંગા આણી ટોળકીએ ખેડૂતને વ્યાજે આપેલા 7.50 લાખની સામે 24 વિઘા જમીન પડાવી લીધી
પઠાણી ઉઘરાણી કરી 65 લાખ પડાવ્યા, વધુ 28 લાખની ઉઘરાણી કરી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ
જેતપુરમાં સ્ટેશન વાવડી ગામે રહેતા શૈલેષભાઇ ધનજીભાઈ ઉર્ફે ધનાભાઈ ભુવા (ઉ.વ 52) નામના ખેડૂતે તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કૂખ્યાત અલ્પેશ દોંગા, હાર્દિક વિનુભાઈ પાદરીયા, તુલસી ધુસાભાઈ નાથાણીનું નામ આપ્યું છે.ખેડૂતે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના પિતા ધનજીભાઈ ઉર્ફે ધનાભાઈની સ્ટેશન વાવડી ગામ સીમમાં ખાતા નંબર 660 સર્વે નંબર 59 પૈકી 24 વીઘા જેટલી જમીન અમરનગર ગામના સીમાડે આવેલી છે.
વર્ષ 2022 માં દીકરીના અભ્યાસ માટે દેણું થઈ જતા પૈસાની જરૂૂરિયાત હોય જેથી મની પ્લસ ફાઇનાન્સ કંપની જેતપુરના મેનેજર વિનુભાઈ નારણભાઈ પાદરીયા (હાલ અવસાન પામ્યા છે) તેમને આ બાબતે વાત કરી હતી. બાદમાં તેમણે જમીનની અવેજમાં લોન લેવા માટે કહ્યું હતું ખેડૂતને રૂૂપિયા સાડા સાત લાખની જરૂૂરિયાત હોય તે વખતે લોનમાં દોઢ ટકા લેખે વ્યાજ ચૂકવવાનું નક્કી થયું હતું. બાદમા તા. 26/8/2022 ના વિનુભાઈના કહેવાથી ખેડૂતે તુલસીભાઈ ધુસાભાઈ નાથાણી (રહે રાજકોટ) ને 12 વીઘા જમીનનો તથા બીજો દસ્તાવેજ વિનુભાઇ પાદરીયા નામે કરી આપ્યો હતો. બાદમાં ખેડૂતને રૂૂપિયા સાડા સાત લાખ આપ્યા હતા.
ખેડૂતે દોઢ વર્ષ સુધી નિયમિત વ્યાજ ભર્યું હતું. બાદમાં તેમને વિનુભાઈએ કહ્યું હતું કે, લોન લીધેલી રકમ ભરી આપો અથવા તો જમીન કેવી મૂકી છે તે જમીનનો કબજો અમને સોંપી દો તેનો દીકરો હાર્દિક વિનુભાઇ પાદરીયા ખેડૂત પાસે આવી કહ્યું હતું કે, આજથી તમારે 20 ટકા લેખે વ્યાજ ચૂકવવાનું છે અને વ્યાજના રૂૂપિયા ચાર લાખ લઈ ગયો હતો. બાદમાં હાર્દિકે ફરીયાદીના પિતાને ધમકી આપી દોઢેક મહિના બાદ સવા ચાર લાખ રોકડ લઈ ગયો હતો. ત્યારબાદ હાર્દિક તને એક માસ પછી ફરી ઘરે આવ્યો હતો અને ફરિયાદીના પત્નીની હાજરીમાં કહ્યું હતું કે, પૈસા આપી દે નહીં તો તારી પત્નીને ઉપાડી જઈશ તેવી ધમકી આપી હતી. આ ઘટનાના બીજા દિવસે ખેડૂતે પત્નીનું મંગળસૂત્ર તથા સોનાનો દોરો વેચીને રૂૂપિયા 3.20 લાખ રોકડ ચૂકવ્યા હતા છતાં આ શખસે કહ્યું હતું કે હજુ તારે 3.50 લાખ આપવાના બાકી છે.
ત્યારબાદ અલ્પેશ દોંગા ફરિયાદીને વાડીએ આવી વાડી ખાલી કરવાનું કહી વ્યાજના પૈસા બાબતે ધમકી આપી હતી. હાર્દિકે આઠેક માસ પહેલા અહીં આવી ધમકી આપી હતી કે જમીન ખાલી કરી આપજો જો ખાલી નહીં કરી આપો તો 30 લાખ આપી તારું બધું લઈ જા તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં અલ્પેશ તેની રાજકોટથી સ્થિત ઓફિસે મળવા બોલાવી સમાધાન કરવા જણાવ્યું હતું. ત્યારબાદ તે વાડીએ માણસો મોકલી સમાધાન કરી કરી રૂૂપિયા 35 આપવા નક્કી કર્યું હતું તેના કહેવાથી રૂૂપિયા 7.50 લાખ ટ્રાન્સફર કર્યા હતા.