ઉપલેટા મોજ નદીમાં ત્રણ યુવકો ડૂબ્યાના સમાચાર મળતા NDRF સહિતનું તંત્ર દોડતું થયું
આખરે મામલતદાર નિખિલ મહેતા દ્વારા મોકડ્રીલ જાહેર કરાઈ
માનનીય કલેકટર સાહેબ રાજકોટની સૂચનાથી પ્રાંત અધિકારી સાહેબ ધોરાજીના માર્ગદર્શન નીચે મામલતદાર ઉપલેટા તથા ઉપલેટા તાલુકા વહીવટી તંત્ર દ્વારા મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ. જેમાં ઉપલેટા ખાતે મોજ નદીના કાંઠે આવેલ શ્રી સોમનાથ મહાદેવ મંદિર પાસેના મોજ નદીના ચેકડેમમાં ત્રણ યુવકો ડૂબ્યા હોવાના સમાચાર ઉપલેટા તાલુકા કંટ્રોલ રૂૂમમાં મળતા ઉપલેટા ખાતે રહેલ NDRF ટીમ, નગરપાલિકા કચેરી ઉપલેટાની ટીમ, મેડીકલ ટીમ, પોલીસ સ્ટેશન ઉપલેટાને જાણ કરતા તમામ લગત વિભાગો તાત્કાલિક સ્થળ પર પહોંચી NDRF ટીમ દ્વારા તથા સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા હોડી, તરવૈયા, ડીપ ડાઈવીંગ ટીમની મદદથી ડૂબતા ત્રણેય યુવકોને સફળતાપૂર્વક રેસ્ક્યું ફરી મેડિકલ ટીમ મારફત સારવાર અપાવી. અંતે ઉપલેટા મામલતદાર નિખિલ મહેતા દ્વારા મોકડ્રીલ જાહેર કરવામાં આવી. આ મોકડ્રીલમાં મામલતદાર ઉપલેટા, તાલુકા વિકાસ અધિકારી ઉપલેટા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઉપલેટા તથા તેમની ટીમ, આરોગ્ય વિભાગની ટીમ, નગરપાલિકા ઉપલેટાની ટીમ તથા NDRF ની ટીમ હાજર રહેલ.