72 લાખની ઘડિયાળ ચોરીનો ભેદ ખૂલ્યો, બિહારી ગેંગનો સાગ્રીત ઝબ્બે
રાજકોટ સહિત દેશભરમાં અનેક સ્થળોએ ચોરી કરી નેપાળમાં આશરો મેળવતી ટોળકી પકડવા ક્રાઈમ બ્રાંચનું ઓપરેશન
વેશ પલ્ટો કરી ત્રણ દિવસ સુધી વોચ રાખી ગેંગના એક સાગ્રીતને 12 ઘડિયાળ સાથે દબોચી લીધો
ત્રિકોણ બાગ નજીક આવેલા ટાઈટનના શો રૂૂમમાંથી 102 બ્રાન્ડેડ ઘડિયાળ અને રૂૂા. 4 લાખ રોકડા મળી રૂૂા.73 લાખના મુદ્દામાલની ચોરીનો ભેદ ઉકેલવામાં ક્રાઈમ બ્રાંચને સફળતા મળી છે. ચોરીમાં બિહારના મોતીહારી જીલ્લાના ઘોડાસનની ચાદર ગેંગ તરીકે ઓળખાતિ ગેંગની સંડોવણી ખુલતા ક્રાઈમ બ્રાંચની ટીમે આ ગેંગને પકડવા બિહાર અને નેપાળ પહોચી હતી અને નેપાળ બોર્ડર નજીકના એક ગામ માંથી ગેંગના પાંચ પૈકી એક શખસને ચોરાઉ 12 ઘડિયાળો સાથે ઝડપી પાડ્યો હતો. ચોરીમાં સંડોવાયેલ ગેંગના અન્ય સભ્યોને પકડવા માટે ક્રાઈમ બ્રાંચની એક ટીમ નેપાળમાં રોકાણ કરી તપાસ ચાલુ રાખી છે.
ત્રિકોણ બાગ નજીક આવેલા ટાઈટનના શો-રૂૂમમાં ગત તા.17ના રોજ વહેલી સવારે પાંચ શખસોએ આવી 68.83 લાખની 102 કિંમતી ઘડિયાળો તેમજ ચાર લાખની રોકડની ચોરી કર્યાની ફરિયાદ નોંધાવી હતી. શટર ઉંચકીને માત્ર 20 મિનિટની અંદર જ ચોરીને અંજામ આપી પાંચે શખસો નાસી છુટ્યા હતા. આ મામલે યાજ્ઞિક રોડ પર ન્યુ જાગનાથ પ્લોટમાં રહેતા શોરૂૂમના માલિક રવિભાઈ ભુપેન્દ્રભાઈ છોટાઈની ફરિયાદ નોંધી આ મામલે એ-ડીવીઝન અન તેમજ ક્રાઈમ બ્રાંચની ટીમે તપાસ શરૂૂ કરી હતી.
આ ચોરીના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરતા આ ગેંગ બિહારના મોતીહારી જિલ્લાની ચાદર ગેંગ હોવાની માહિતી મળતા પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા અને ડીસીપી ક્રાઈમ ડો.પાર્થરાજસિંહ ગોહિલ,એસીપી બી.બી.બીસીયાની સુચના અને માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાંચના પી.આઈ એમ.આર. ગોંડલીયા, એમ.એલ.ડામોર અને સી.એચ.જાદવની ટીમ બિહાર અને નેપાળ પહોચી હતી. આ ટોળકીના પાંચ સભ્યો પૈકી રાકેશ પંડિત નામના સાગ્રીતને ક્રાઈમ બ્રાંચની ટીમે નેપાળ નજીક બિહારના મોતીહારીના ઘોડાસનથી વેશપલટો કરી ચોરીની 12 ઘડિયાળ સાથે ઝડપી લીધો હતો.બિહારનું ઘોડાસન ભારત અને નેપાળની બોર્ડર પર આવેલું છે. ચોરી કર્યા બાદ પોલીસ ધરપડકથી બચવા આ ગેંગના સભ્યો નેપાળ ભાગી જાય છે. આ વધાર સભ્યોની બનેલી આ ગેંગમાં 200થી સભ્યો છે અને આ ગેંગ મુખ્યત્વે બ્રાન્ડેડ ઘડિયાળ, મોબાઈલ ફોન, કેમેરા અને જવેલરીના શો રૂૂમને નિશાન બનાવે છે.
એટલું જ નહીં આ ગેંગ વહેલી સવારે 3 થી 5 વાગ્યા દરમિયાન ચોરી કરવાની ટેવ ધરાવે છે. ગેંગના સૂત્રધારને શેઠજી કે માલિક કહેવામાં આવે છે. જે ગેંગના દરેક સભ્યોનો ખર્ચો ઉઠાવે છે. દસ સભ્યો જાય છે. જેમાં મુખ્યત્વે બે-ત્રણ સભ્યો પહેલવાન જેવા હોય છે. જેમની પાસેથી શટર તોડાવવાનું કે ખેંચાવવાનું કામ કરાવાય છે. બાકીના બે-થી ત્રણ સભ્યો પાતળા બાંધાના હોય છે. જેમનો થોડુ શટર ઉંચકાવી તે જગ્યામાંથી અંદર જઈ ચોરી કરવા માટે આ સભ્યોને પ્લેયર તરીકે ઓળખવામાં આવે છે. જે શો રૂૂમ કે દુકાનની અંદર જઈ ચોરી કરે છે. ગેંગના સભ્યો પોલીસને માસ્ટરજીના કોડવર્ડથી બોલાવે છે.
કહેવાય છે કે ઘોડાસન શહેરમાં આ પ્રકારે ચોરી કરવાવાળી અંદાજે 30 ગેંગ સક્રિય છે. આ ગેંગ દિવસના સમયે રેકી કરે છે. એટલું જ નહીં જે દુકાન કે શો રૂૂમમાં ચોરી કરવાની હોય ત્યાંથી થોડી ખરીદી પણ કરે છે. તેની સાથે તે દુકાન અને શો રૂૂમની અંદરની સ્થિતિનો તાગ મેળવી લે છે અને ચોરીને અંજામ આપે છે.ક્રાઈમ બ્રાંચની ટીમે વેશપલટો કરી છેલ્લા એક સપ્તાહમાં આ ગેંગની બધી માહિતી મેળવી ઉપર વોચ રાખી હતી. ક્રાઈમ બ્રાંચની એક ટીમ બિહારના મોતીહારી પંથકમાં અને બીજી ટીમ નેપાળમાં આ ટોળકીને પકડવા ઓપરેશન હાથ ધર્યું હોય જેમાં સફળતા મળી હતી.
દેશના ચાર રાજયોની પોલીસ જે ગેંગને પકડી નથી શકી તેને રાજકોટ ક્રાઈમાં બ્રાંચે ઝડપી
આ ગેંગનું નેટવર્ક 18 રાજયમાં ફેલાયેલું છે. રાજકોટ ઉપરાંત મુંબઈ અને ગાજીયાબાદમાંથી પણ ગેંગે જ એક શો રૂૂમમાંથી 3 કરોડ રૂૂપિયાની ઘડિયાળની ચોરી કરી હતી.આ ગેંગને ચાર રાજ્યોની પોલીસ શોધી રહી છે ત્યારે રાજકોટ ક્રાઈમ બ્રાંચને આ ટોળકીના સભ્યને પકડવામાં સફળતા મળી છે. આ ગેંગ ચોરી કરવા નીકળે ત્યારે સવારથી લઈ સાંજ સુધી પોતાના પરિવાર સાથે મોબાઈલ ફોન મારફત સંપર્કમાં રહે છે. તે વખતે માત્ર બધુ બરાબર છે એટલું જ કહે છે. જો તેઓ કોલ ન કરે તો પરિવારના સભ્યો કંઈક અજુગતુ થયું છે તેવું સમજી જાયદુકાન કે શો રૂૂમમાં ઘુસે ત્યારે પાછળથી બાકીના સભ્યો બહાર પોલીસ આવતી નથી તેની વોચ રાખે છે. એટલું જ નહીં ચોરી કરવા જાય ત્યારે બે ગ્રુપમાં વહેંચાય જાય છે. જે શહેરમાં ચોરી કરવા જાય ત્યાંના હોટલમાં રોકાણ કરે છે.