For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

400 કરોડની આોઇલ ચોરી કરનાર માસ્ટર માઇન્ડ અમદાવાદથી ઝડપાયો

04:25 PM Aug 08, 2024 IST | Bhumika
400 કરોડની આોઇલ ચોરી કરનાર માસ્ટર માઇન્ડ અમદાવાદથી ઝડપાયો
Advertisement

ઓઇલની લાઇન પસાર થતી હોય ત્યાં નજીક પેટ્રોલપંપ ભાડે રાખી પંચર પાડી ટેન્કર ભરી બારોબાર વેચી નાખતાં

દેશભરના અલગ અલગ રાજ્યોમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની અંડર ગ્રાઉન્ડ ઓઇલની પાઇપ લાઇનમાં પંકચર કરી 400 કરોડથી પણ વધુના ઓઇલ ચોરી કૌભાંડના માસ્ટરમાઇન્ડની સુરત ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદ ખાતેથી ધરપકડ કરી છે. આરોપી અને તેની ગેંગ દ્વારા અગાઉ રાજસ્થાન ખાતે બંધ પેટ્રોલપંપ ભાડે રાખી ત્યાંથી આઇઓડી ની લાઈન સુધી અંડરગ્રાઉન્ડ 100 મીટર સુધીની લાઈન લંબાવવામાં આવી હતી.

Advertisement

જ્યાં આઇઓડી લાઈનમાં પંકચર કરી ટેન્કરના ટેન્કરના ભરી ઓઇલ ચોરી કરવામાં આવ્યું હતું. મસમોટા ચાલતા આ રેકેટનો રાજસ્થાન એસઓજી અને એટીએસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હતો. જે ગુનામાં સંદીપ વિજેન્દ્ર ગુપ્તાની સંડોવણી હોવાનું માલુમ પડતાં ગુજરાત આવેલા સંદીપ ગુપ્તાને અમદાવાદથી ઝડપી પાડયો હતો.
સંદીપ વિજેન્દ્ર ગુપ્તા જે આંતરરાજ્ય ઓઇલ ચોરીનું મસમોટું કૌભાંડ ચલાવે છે. માત્ર ગુજરાત પુરતું સિમિત નહીં પરંતુ દેશના અલગ અલગ રાજ્યોમાં આ ભેજાબાજે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની અંડર ગ્રાઉન્ડ પાઇપ લાઇનમાં પંકચરો કરી હમણાં સુધી 400 કરોડથી પણ વધુની ઓઇલ ચોરીની ઘટનાઓને અંજામ આપી ચુક્યો છે.

સુરત ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા પ્રમાણે આરોપી સંદીપ વિજયેન્દ્ર ગુપ્તાની અમદાવાદ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. હાલ જ થોડા સમય પહેલા રાજસ્થાન ખાતે સંદીપ ગુપ્તાએ એક પેટ્રોલ પંપ ભાડે રાખ્યું હતું. કહેવામાં તો આ પેટ્રોલ પંપ હતું પરંતુ આ પેટ્રોલ પંપના નીચેથી અંડર ગ્રાઉન્ડ લાઈન પસાર કરવામાં આવી હતી. 100 મીટર જેટલી પાઇપલાઇન લંબાવી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની લાઈનમાં પંકચર પાડી વાલવ વડે ઓઇલ ચોરી કરવામાં આવતું હતું. જે અંગેની માહિતી રાજસ્થાન એસઓજી અને એટીએસને મળતા દરોડો પાડી આંતરરાજ્ય ઓઇલ ચોરીનું મોટું નેટવર્ક ઝડપી પાડવામાં આવ્યું હતું. જેમાં સંદીપ વિજેન્દ્ર ગુપ્તાની સંડોવણી બહાર આવી હતી.

આંતરરાજ્ય ઓઇલ ચોરીના આ કૌભાંડ બાદ સંદીપ વિજેન્દ્ર ગુપ્તા ભૂગર્ભમાં ઊતરી ગયો હતો. જે અમદાવાદ હોવાની બાત્તમીને આધારે સુરત ક્રાઇમ બ્રાંચે તેને ઝડપી લીધો હતો.વધુમાં સુરત ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં જાણવા મળ્યું હતું કે, સંદીપ વિજેન્દ્ર ગુપ્તા માત્ર ગુજરાત નહીં પરંતુ દેશના વિભિન્ન રાજ્યોમાં આવેલ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની અંડર ગ્રાઉન્ડ પાઇપલાઇનમાં ભંગાણ કરી 400 કરોડથી પણ વધુનું ઓઇલ ચોરીનું કૌભાંડ આચરી ચૂક્યો છે.

સંદીપે 18 વર્ષમાં આઇઓસીની 25 લાઇનમાં ભંગાણ કર્યું

સુરત ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોઝિયાએ આપેલી માહિતી મુજબ સંદીપ વિજેન્દ્ર ગુપ્તાએ વર્ષ 2006 થી વર્ષ 2024 દરમ્યાન માત્ર 18 વર્ષની અંદર 20થી 25 જેટલા ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની લાઈનમાં ભંગાણ કરી ઓઇલ ચોરીની ઘટનાને અંજામ આપી ચૂક્યો છે અને તે ગુનામાં અગાઉ તેની ધરપકડ પણ થઈ ચૂકી છે. જેમાં રાજસ્થાનના અલગ અલગ જિલ્લાઓમાં 12 ઉપરાંત ગુજરાત, ઉતરપ્રદેશ, હરિયાણા જેવા રાજ્યોનો સમાવેશ થાય છે. ગુજરાત પોલીસ દ્વારા અગાઉ તેની વિરૂૂદ્ધ ગુજસીટોકનો ગુનો પણ નોંધવામાં આવ્યો હતો. જે ગુનામાં અઢી વર્ષ સુધી જેલવાસ પણ ભોગવી ચુક્યો હતો. તાજેતરમાં જાન્યુઆરી માસમાં તે જામીન ઉપર છૂટી જેલમાંથી બહાર આવ્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement