For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રીબડા પેટ્રોલ પંપ ફાયરિંગ પ્રકરણનો સૂત્રધાર કેરળથી ઝડપાયો

12:05 PM Aug 12, 2025 IST | Bhumika
રીબડા પેટ્રોલ પંપ ફાયરિંગ પ્રકરણનો સૂત્રધાર કેરળથી ઝડપાયો

સાત રાજ્યોમાં તપાસ બાદ સ્ટેટ મોનિટરીંગ સેલને મળેલી સફળતા, કોચીની હોટલમાંથી હાર્દિકસિંહ સહિત ત્રણ ઝડપાયા

Advertisement

રાજકોટના અમીનમાર્ગ ઉપર મિત્રની હત્યામાં જેલમાં રહેલા અને પેરોલ જમ્પ કરી ફરાર થઈ 19 દિવસ પહેલા રીબડામાં અનિરુધ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પંપ ઉપર શાર્પશૂટરો પાસે ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહ જાડેજાને સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે કોચીની એક હોટલમાંથી ઝડપી લીધો હતો.

હાર્દિકસિંહ ઉપરાંત તેના અન્ય બે સાગરીતો પણ હોટલ માંથી ઝડપાઈ ગયા હોય આ ત્રણેયને લઈ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ અમદાવાદ લઈ આવી પુછપરછ હાથ ધરી છે.હાર્દિકસિંહને પકડવા સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ છેલ્લા ઘણા દિવસથી પાછળ હતી દેશના અલગ અલગ સાત રાજયોમાં તપાસ બાદ અંતે હાર્દિકસિંહને કોચીની એક હોટલ માંથી ઝડપી લેવામાં સફળતા મળી છે. અગાઉની માથાકુટના પ્રશ્ને હાર્દિકસિંહ યુપીના શાર્પ શુટરને સોંપારી આપી ફાયરીંગ કરાવ્યા હતા. અને બાદમાં તેને વિડીયો વાયરલ કરી પોલીસને પકડી લેવા ચેલેન્જ પણ આપી હતી.

Advertisement

તા. 24 જુલાઈના રોજ રીબડાના અનિરૂૂધ્ધસિંહ ભત્રીજાના જાડેજાના ભત્રીજા જયદીપસિંહના પેટ્રોલપંપ પર નંબર પ્લેટ વગરના બાઈકમાં ઘસી આવેલા બે બુકાનીધારી શખસોએ ફાયરીંગ કરી નાશી ગયા હતા જે બનાવમાં ગોંડલ તાલુકા પોલીસે તપાસ કરતા મૂળ અડવાળના હાર્દિકસિંહ હરદેવસિંહ જાડેજાએ સોશ્યલ મીડીયામાં પોતે શાર્પ શુટર પાસે ફાયરીંગ કરાવ્યા હોવાનો વિડીયો વાયરલ કર્યો હતો. જે અંગે પોલીસે હાર્દીકસિંહ સહિત ત્રણ શખસો સામે ગુનો નોંધી તેને પકડી લેવા કાર્યવાહી કરી હતી.

તે દરમ્યાન જીલ્લા પોલીસને અલગ અલગ ટીમ આ મામલે તપાસમાં લાગી હતી અને માહિતીના આધારે યુપીના આગ્રા ખાતે રહેતો બિપીનકુમાર એલસીબી અને વિરેન્દ્રસિંહ જાટ, જાટ, અભિષેકકુમાર અભિષેકકુમાર પવનકુમાર જીંદાલ, પ્રાન્સુકુમાર અગ્રાવાલ અને અમદાવાદના નામચીન ઈરફાન મહમદ રઈશની ધરપકડ કરી પુછતાછ કરતા હત્યાના ગુનામાં પેરોલ જમ્પ કરી હાદીકસિંહ છેલ્લા 3 માસથી આગ્રાની એક હોટેલમાં છુપાઈ ગયો હોય તે દરમ્યાન અભિષેક અને પ્રાશુલ જીંદાલ સાથે પરિચય થયો હતો તે દરમ્યાન તેને ફાયરીંગ કરવા માટે સોપારી આપી હોવાની કબલાત આપી હતી.

દરમ્યાન ફરાર હાર્દિકસિંહ જાડેજા કોંચીની હોટેલમાં છુપાયો હોવાની માહિતીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડી હાર્દિકસિંહ સહિત ત્રણ શખસોને ઝડપી લીધા હતા. રીબડા પેટ્રોલ પંપ ઉપર બે શાર્પસુટર પાસે ફાયરીંગ કરાવનાર હાર્દિકસિંહે વિડીયો વાયરલ કર્યો હતો.હાર્દિકસિંહ હરદેવસિંહ જાડેજાને પકડી લેવા રાજકોટ જીલ્લાની અલગ અલગ ટીમો તેમજ સ્ટેટ મોનીટરીંગ સેલ સહીતની પોલીસની ટીમો કામે લાગી હતી. ફરાર હાર્દિકસિંહ અલગ-અલગ સ્થળોએ છુપાઈને રહેતો હતો. સ્થળ છોડતા પહેલા તે વિડીયો વાયરલ કરી 50 કિલોમીટર દુર નાસી જતો હતો. પોલીસની ટીમો તેની પાછળ પકડવા માટે રાજસ્થાન, હિમાચલ, ઉતરાચલ, દિલ્લી, મુંબઈ બાદ કેરલા પહોંચી હતી. જયાં કોચીની હોટલમાં ફરાર હાર્દિકસિંહ છુપાયો હોવાની માહિતી મળતા જ એસએમસીની ટીમે દરોડો પાડી હાર્દિકસિંહ સહિત ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement