ચરાડવાના પ્રસિધ્ધ મહાકાળી મંદિરના મહંત પૂ.દયાનંદગીરી બાપુ બ્રહ્મલીન
01:42 PM May 23, 2025 IST
|
Bhumika
Advertisement
હળવદના ચરાડવા ખાતે આવેલા પ્રસિધ્ધ મહાકાળી માતાજી મંદિરના મહંત પૂજ્ય શ્રીદયાનંદગીરી બાપુ 133 વર્ષની ઉંમરે આજે વહેલી સવારે 5.30 વાગ્યે દેહ ત્યાગ કરી બ્રહ્મલીન થયા છે.જેની જાણ થતાં જ ગ્રામજનો તેમજ રાજકીય અને સામાજિક આગેવાનો આશ્રમ ખાતે અંતિમ દર્શન કરતા જોવા મળ્યા હતા.
Advertisement
મહાકાળી આશ્રમ ખાતેથી ચરાડવા ગામમાં 11:30 વાગ્યે પાલખીમાં અંતિમ દર્શન બાદ સાંજે પાંચ વાગ્યે સમાધી આપવામાં આવશે.બાપુનો જન્મ 04-11-1892 કાર્તિક સુદ પુનમ ના રોજ થયો હતો અને તેઓનું અવસાન આજ રોજ તા.23-05-2025 વૈશાખ વદ અગિયારસ ના દિવસે થયું છે.પૂજ્યશ્રી દયાનંદગિરીજી મહારાજ 133 વર્ષની ઉમર ધરાવતા હતા.
વિશાળ ભક્ત સમુદાય ધરાવતા પૂ.દયાનંદગીરી બાપુ બ્રહ્મલીન થયાના સમાચાર મળતા જ ગુજરાતભરમાંથી ભક્તોનો પ્રવાહ ચરાડવા મહાકાળી માતાજીના મંદિર તરફ વહેવા લાગ્યો છે.
Next Article
Advertisement