ભેસાણમાં સરખડિયા હનુમાન મંદિરનાં મહંતે સેવકના નામે જમીન ખરીદી, ખાતે કરવા કહ્યું તો ખંડણી માંગી
ભેસાણ તાલુકાના સરખડીયા હનુમાનજી મંદિરના મહંત હરિદાસજી ગુરૂ રાઘવદાસજી (ઉ. 63) એ ત્રણ ઇસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. મંદિરના મહંતે સેવકના નામે જમીન ખરીદી હતી. જે જમીન મહંતે ખાતે કરવા કહ્યું તો ખાતેદારે ધમકી આપી અઢી કરોડની ખંડણી માગી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. મહંતે ફરિયાદમાં જણાવ્યા અનુસાર, તેમણે વર્ષ 2010માં જુનાગઢના મજેવડી ગામે મનસુખ રૂૂડાણી પાસેથી 2.06 હેક્ટર જમીન ખરીદી હતી. ખાતેદાર ન હોવાથી જમીન નરેન્દ્ર રાદડિયા અને તેમની માતા લાધીબેનના નામે દસ્તાવેજ કરાવ્યા હતા. શરત એવી હતી કે, ટાઈટલ ક્લીયર થયા બાદ જમીન મહંતના નામે કરી દેવામાં આવશે. વર્ષ 2012માં મહંતે 40 લાખ રૂૂપિયા ચૂકવી સાટાખત કરાવ્યો હતો.
બાકીના 1.20 કરોડ રૂૂપિયા દસ્તાવેજ વખતે ચૂકવવાના હતા. વર્ષ 2013માં બંને પક્ષો વચ્ચે લેખિત સમજૂતી કરાર પણ થયો હતો. વિવાદ ત્યારે ઊભો થયો જ્યારે લાધીબેનના અવસાન બાદ નરેન્દ્રભાઈએ પોતાના ભાઈ, ભાભી, બહેન, ભત્રીજા-ભત્રીજીના નામે 7/12 એન્ટ્રી કરાવી દીધી. મહંતના જણાવ્યા મુજબ, 7 જૂન 2025ના રોજ બપોરે 4 વાગ્યે મંદિર ખાતે નરેન્દ્ર રાદડિયા, ધ્રુવસિંહ ઝાલા, પરેશ ત્રિવેદી અને બે સાધુઓ આવ્યા હતા. ચર્ચા દરમિયાન નરેન્દ્રભાઈએ અઢી કરોડ રૂૂપિયાની ખંડણી માગી હતી. મહંતે ના પાડતાં તેમને ગાળો આપી કહેવામાં આવ્યું કે, જમીનમાં મેં પરિવારના નામે એન્ટ્રી કરી દીધી છે, તું કશું કરી શકતો નથી. અગાઉ બચી ગયો હતો, હવે તને જીવતો નહિ છોડીએ.
ધ્રુવસિંહ ઝાલા અને પરેશ ત્રિવેદીએ પણ ગાળો આપી ધમકી આપી હોવાનું મહંતે જણાવ્યું છે. ફરિયાદમાં મહંતે દાવો કર્યો છે કે, સમગ્ર ઘટના મંદિરના ઈઈઝટ કેમેરામાં રેકોર્ડ થઈ છે અને જરૂૂર પડે તે રજૂ કરશે. DYSP રવિરાજસિંહ પરમારે જણાવ્યું કે, મહંત હરિદાસ બાપુએ વર્ષ 2010માં નરેન્દ્ર રાદડિયાના નામે જમીન ખરીદી હતી. 40 લાખ ચૂકવ્યા છે, બાકી રૂૂપિયા દસ્તાવેજ વખતે આપવાના હતા. લાધીબેનના અવસાન બાદ નરેન્દ્રભાઈએ પરિવારના અન્ય સભ્યોના નામે એન્ટ્રી કરી દેતા વિવાદ ઊભો થયો હતો. પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કેસ દાખલ કરી શોધખોળ શરૂૂ કરી છે. જમીનની દસ્તાવેજી પ્રક્રિયા, ચૂકવણી અને CCTV ફૂટેજ એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ સમગ્ર મામલો હાલ ભેસાણ સહિત જિલ્લાના સાધુ સંતો અને ગામોમાં ચર્ચાનો વિષય બન્યો છે.