ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ભાયાવદરની પ્રેમિકાનું અપહરણ કરનાર પ્રેમીની સરાજાહેર હત્યા

01:34 PM Jun 05, 2025 IST | Bhumika
Advertisement

રાજકોટના ભાયાવદરથી પ્રેમિકાને લઈને ભાગેલા ભાવનગરના ટીમાણાના યુવકનો પીછો કરી બોટાદના માંઢવા ઢસા રોડ ઉપર પ્રેમિકાની નજર સામે પરિવારના આઠ સભ્યોએ યુવકની હત્યા કરી નાખતા સનસનાટી મચી ગઈ છે.

Advertisement

આ બનાવ ની વિગત એવી છે કે,ભાવનગરના ટીમાણા ગામના વતની અને હાલ ઉમરાળાના ટીંબી ગામે મોસાળમાં રહીને પશુપાલનનો વ્યવસાય કરતાં 21 વર્ષીય યુવક જનક વિનુભાઈ કોતરને આ જ ગામની ભાણેજ અને ભાયાવદર ગામે રહેતી પીયુ સાથે એક વર્ષ પૂર્વે પ્રેમ થયો હતો.પરિવારને જાણ થતાં યુવતીએ પ્રેમી જનકને લઈ જવાનું કહેતાં ગત મંગળવારે જનક,ગામમાં જ રહેતાં મિત્ર યાજ્ઞિક મહેશભાઈ જોટાણીયાને સાથે લઈને બે અલગ-અલગ બાઈક પર ભાયાવદરથી યુવતીને રંધોળા લઈ આવ્યો હતો.જયાં બન્ને મિત્રો છુટ્ટા પડયા હતા.યાજ્ઞિાક બાઈક લઈને ટીંબી આવવા નિકળ્યો ત્યારે રંઘોળા નજીક ઈકોમાં ધસી આવેલાં ગામમાં જ રહેતાં હિતેન્દ્રસિંહ ઉર્ફે કુશ બળવંતસિંહ ગોહિલ તથા ગામના અન્ય એક શખ્સે યાજ્ઞિાકને આંતરી અપહરણ કરી માર માર્યો હતો.બીજી તરફ, જયદીપસિંહ ભગતસિંહ ગોહિલ નામના શખ્સે પ્રેમી યુગલનો પીછો કરી હિતેન્દ્રસિંહને લોકેશનની જાણ કરતાં હિતેન્દ્રસિંહે માંડવાથી ઢસા જવાના માર્ગ પર પોતાની કારથી જનકની બાઈકને ટલ્લો મારી પ્રેમી યુગલને પછાડી દિધા હતા. અને પ્રેમિકાની નજર સામે જ પ્રેમી જનક પર હિતેન્દ્રસિંહે ધારિયા વડે જયારે તેની સાથેના અજાણ્યા શખ્સે લોખંડના પાઈપ વડે માર મારી લોહિયાળ ઈજા પહોંચાડી હતી.તેવામાં અન્ય કારમાં આવેલાં ગામના જ વિશ્વરાજસિંહ જગદીશસિંહ ગોહિલ, હરદીપસિંહ ઉર્ફે કાનો ધર્મેન્દ્રસિંહ ઉર્ફે શકુભા ગોહિલ, ગામના ભાણેજ અજયસિંહ વાઘેલા તથા બે અજાણ્યા શખ્સોએ પણ ફરી જનકને ઢીંકાપાટુંનો માર મારી યુવતીને લઈ નાસી ગયા હતા.

જતા જતા યાજ્ઞિક ને મારી નાંખવાની ધમકી આપી હતી. જો કે, યાજ્ઞિક માંડવા-ઢસા રોડ પર લોહીયાળ હાલતે પડેલાં મિત્ર જનકને 108 મારફતે સારર્વાાર્થે લઈ જાય તે પૂર્વે જ તેનું મોત નિપજતાં બનાવ હત્યામાં પરિણ્મ્યો હતો. બનાવની જાણ થતાં જ મૃતકના પરિવારજનો તથા ઢસા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને મૃતકના ભાઈ સાગરભાઈ ધીરૂૂભાઈ કેરાસિયાની ફરિયાદના આધારે આઠ શખ્સો વિરૂૂદ્ધ હત્યા, અપહરણ સહિતની કલમ અન્વયે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે. આરોપીઓને ઝડપી લેવા પોલીસે અલગ-અલગ ટીમ બનાવી શોધખોળ શરૂૂ કરી છે. ફરિયાદી સાગરભાઈએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે, ગત તા.3ના રોજ ગામમાં રહેતા હિતેન્દ્રસિંહ તથા હરદીપસિંહ તેમના કાકા હરેશભાઈના ઘરે આવ્યા હતા અને જનક અંગે પૂછપરછ કરી તે તેમની ભાણીને લઈને ભાગી ગયો હોવાનું કહ્યું હતું. બન્નેએ ઉપસ્થિત તમામ પરિવારજનોને બન્નેની શોધખોળ કરવાનું કહ્યું હતું. જો તેમના હાથે આવશે તેઓ તે જનકને મારી નાંખશે તેવી ધમકી આપી ચાલ્યા ગયા હતા. જો કે,સાંજના સુમારે ધમકી આપીને ગયેલાં શખ્સોએ રાત્રિના સુમારે યુવકનું ઢીમ ઢાળી દિધું હતું.

Tags :
Bhayavadarcrimegujaratgujarat newsmurder
Advertisement
Next Article
Advertisement