કાનૂન કે હાથ લંબે હોતે હૈ: 107 ગુનામાં સંડોવાયેલો કાળા દેવરાજ ઝડપાયો
જૂનાગઢ પોલીસે પીછો કર્યો કાળા દેવરાજે પોતાની કારથી પોલીસની ગાડીઓને ટક્કર મારી પરંતુ ભાગવામાં સફળ ન થયો ને પકડાયો
જૂનાગઢમાં 107 જેટલા ગંભીર ગુનામાં પલીસને હાથતાળી આપી રહેલો કાળા દેવરાજ અંતે પોલીસની પકડમાં આવ્યો છે. જોકે તેણે પોલીસ પર હુમલો કરીને ભાગવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. તેની સામે ગુજસીટોક હેઠલ પણ ગુનો નોંધાયો હતો. ખાસ વાત એ છે કે કાળા દેવરાજે પકડાવાની વાર આવી ત્યારે પોલીસ પર હુમલો કરી પોતે છટકી જવાની કોશિશ કરી હતી.
આરોપી કાળા દેવરાજ પર કુલ 107 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. થોડા સમય પહેલા વહીવટી તંત્ર દ્વારા તેના બંગલાનું ગેરકાયદેસર બાંધકામ હોવાનું જણાતાં ડિમોલિશન કરવામાં આવ્યું હતું. ત્યારથી કાળા દેવરાજ બે મહિનાથી ફરાર હતો. પોલીસ સતત તેની શોધખોળમાં હતી. ગઈકાલે રાત્રે એલસીબી અને એસપી ટીમને બાતમી મળી હતી કે કાળા દેવરાજ તેના સાગરિત રાજુ સાથે બ્લુ કલરની કારમાં ખડીયા બગડું વિસ્તારમાંથી પસાર થવાનો છે.જ્યારે સ્પેશિયલ ટીમે તેની ગાડી અટકાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે કાળા દેવરાજે ગાડી યુ ટર્ન મારી ભાગવાનું કર્યું.
પોલીસના પીછા દરમિયાન કાળા દેવરાજે પોતાની કારથી પોલીસની ગાડીઓને ટક્કર મારી, તેમા નુકસાન થયું. તેમ છતાં, એસપીની આગેવાનીમાં એલસીબી અને સ્પેશિયલ ટીમે તેને ઝડપી પાડ્યો.આરોપી કાળા દેવરાજને ગાંધીગ્રામ સી ડિવિઝન પોલીસ સ્ટેશન તેમજ જૂનાગઢ શહેરની વિવિધ જગ્યાએ લઈ જઈ રી-ક્ધસ્ટ્રક્શન કરાવાયું હતું.
તે છેલ્લા બે મહિનામાં ક્યાં ક્યાં છૂપાયો હતો, કોની પાસે હતો તેની માહિતી મેળવી પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે.પોલીસે તેની ગાડીમાંથી ગેરકાયદેસર હથિયારો પણ જપ્ત કર્યા છે. હત્યાની કોશિશ, ગુજસીટોકના ભંગ સહિત ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો છે. ઉઢજઙ હિતેશ ધાંધલીએ જણાવ્યું કે કાળા દેવરાજને પકડવા માટે જૂનાગઢ પોલીસ, એલસીબી અને સ્પેશિયલ ટીમે સઘન કામગીરી હાથ ધરી હતી, આખરે આ આજે મોટી સફળતા મળી છે.