રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરે દારૂના નશામાં સ્ટેશન ફાયર ઓફિસરને બેફામ ફટકાર્યા

03:43 PM Sep 30, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

વડોદરાનાં ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફીસર પાર્થ બ્રહ્મભટ્ટ વિવાદમાં આવ્યા છે. વડોદરામાં પૂર જેવી પરિસ્થિતી વચ્ચે તેમણે સ્ટેશન ફાયર ઓફીસરને માર માર્યો હોવાનો આરોપ મુકવામાં આવી રહ્યો છે. કર્મચારીને બેરહેમી પૂર્વક માર મારવામાં આવતા તેને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં સીટી સ્કેન સહિતના રિપોર્ટસ કરાવવામાં આવી રહ્યા છે. કર્મચારીએ રડમસ અવાજે વેદના વ્યક્ત કરતા મીડિયાને કહ્યું કે, હું પગે લાગી લાગીને કહેતો હતો કે, સાહેબ મને ના મારશો. છતાં ય તેમના હોદ્દાના નશામાં ચૂર થઇને મને બહુ માર્યો.

સમગ્ર ઘટનાક્રમ અંગે ફાયર વિભાગના પીડિત કર્મચારીએ મીડિયા સમક્ષ આરોપ મુકતા જણાવ્યું કે, મારૂૂ નામ ઠાકોર અમરસિંહ અક્ષયભાઇ છે. હું જીઆઇડીસી ફાયર બ્રિગેડમાં ફરજ બજાઉ છું. એનાઉન્સમેન્ટ કરવાનું હોવાથી મને બદામડી બાગ બોલાવવામાં આવ્યો હતો. એનાઉન્સમેન્ટ કરવાનું હતું એટલા માટે હું ગાડી લઇને આવ્યો હતો. ત્યાં ચીફ ફાયર ઓફીસર અતિશય દારૂૂ પીધેલી હાલતમાં હતા. ત્યાં જેમ તેમ ગાળો બોલીને મને માર મારતા જીઆઇડીસી સુધી લાવ્યા. મારો કોઇ વાંક ન્હતો. તેમણે કાચની સોડાની બોટલ મારી, મારો કોઇ વાંક ન્હતો. તેમને હતું કે, અમે જલ્દી કેમ ના આવ્યા, અમે ટ્રાફીકના હિસાબે અમારી રીતે પહોંચ્યા હતા. પણ બીજા કારણોસર મને ખુબ માર્યો. તેઓ ફુલ નશાની હાલતમાં હતા.

વધુમાં તેમણે જણાવ્યું કે, મારી માંગ છે કે, મને ન્યાય મળવો જોઇએ. સાહેબનું આ પહેલી વખત નથી. પહેલા મને માર ન્હતો માર્યો, પણ ગાળો બોલીને વિચીત્ર વર્તન કર્યું હતું. કમિશનરને આવેદન પત્ર આપીશ. મને બહુ ગંભીર રીતે માર્યો છે. મેં હાથ જોડીને કહ્યું કે, મારા નાના છોકરાઓ છે, સાહેબ મને ના મારશો. છતાં તેમણે બંધ કર્યું નહીં. એક આંખમાં મને ઓછુ દેખાય છે. હું પગે લાગી લાગીને કહેતો હતો કે, મને ના મારશો. છતાં ય તેમના હોદ્દાના નશામાં ચૂર થઇને મને બહુ માર્યો. બહુ માર્યો તેની કોઇ હદ નહીં. તમામ કર્મચારીઓની હાજરીમાં માર માર્યો છે. આ મામલે કડક કાર્યવાહી થવી જોઇએ. મારે નાના છોકરા છે, હું ઓન ડ્યુટી હતો, મને માર મારવો ના જોઇએ.
સહકર્મીએ આરોપ મુકતા જણાવ્યું કે, જેને માર મારવામાં આવ્યો છે, તે અમરસિંહ ઠાકોર મારો સાથી કર્મચારી છે. આજે ઇમર્જન્સી ડિક્લેર કરવામાં આવી છે, અમે સેક્ધટ શિફ્ટમાં આવ્યા છીએ, અને બીજી નાઇટ શિફ્ટ પણ કરવાના છીએ. તેને કંટ્રોલમાંથી ફોન આવ્યો હતો, અને જણાવ્યું કે, એનાઉન્સમેન્ટ કરવા માટે બદામડી બાગ બોલાવ્યો હતો. જેથી તેણે અમને જાણ કરીને કહ્યું કે, જે વિસ્તારોમાં પાણીનું સ્તર વધ્યું છે, ત્યાં એનાઉન્સમેન્ટ માટે તેણે જવાનું છે. અહિંયાથી તે નિકળી ગયો, અને બાદમાં તેનો ફોન આવ્યો કે, મને ઇન્ચાર્જ સીએફઆ પાર્થ બ્રહ્મભટ્ટ માર મારી રહ્યા છે. જે બાદ અમે ટેન્શનમાં આવી ગયા હતા. તેઓ મોટ અધિકારી છે, તેમને આ બધુ શોભતું નથી.

વધુમાં તેમણે જણાવ્યું કે, કેમકે નાના કર્મચારી ફાયર બ્રિગેડનો મેઇન કાર્યકર્તા છે. જેના દમ પર વિભાગ કામ કરે છે. અધિકારીઓ તો ખાલી ઓફીસમાં બેઠેલા રહે છે. કર્માચરી ફિલ્ડમાં ફાઇટ આપતા હોય. તેમનું વર્તન અમને ગમ્યું નથી. અમારી આંખોની સામે માર મારવામાં આવ્યો છે. તેમને આ શોભતું નથી. તેઓ નીચલા લેવલ પર પડ્યા હોવાનું અમને લાગે છે. તેને કંટ્રોલમાં માર મારવામાં આવ્યો છે. જીઆઇડીસીમાં તેને લાવ્યા ત્યાંથી તેને 200 મીટર નજીક તેને મારતા અમે જોયું છે. મેં એકલાએ નહીં જેઓ શિફ્ટમાં હાજર હતા. તમામે તેમને જોયા છે. અમારા ફાયર ઓફીસર નિકુંજ આઝાદ અને સબ ફાયર ઓફીસર ગઠવીએ પણ તેમને માર મારતા જોયા છે. આમાં કોઇ ડાઉટ નથી.

Tags :
Chief Fire Officercrimegujaratgujarat newsvadodaravadodara news
Advertisement
Next Article
Advertisement