For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જામનગરના પોલીસ ઇન્સ્પેકટર સામે કાર્યવાહીના સેશન્સ કોર્ટના હુકમ સામે સ્ટે આપતી હાઇકોર્ટ

12:44 PM May 03, 2025 IST | Bhumika
જામનગરના પોલીસ ઇન્સ્પેકટર સામે કાર્યવાહીના સેશન્સ કોર્ટના હુકમ સામે સ્ટે આપતી હાઇકોર્ટ

જામનગરના એડિશનલ સેશન્સ જજે તેમની સત્તાની બહાર જઇ જામનગર એ ડિવિઝનના પીઆઈ નિકુંજકુમાર અજિતસિંહ ચાવડા વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરી રિપોર્ટ રજૂ કરવાનો આદેશ કરતાં હાઇકોર્ટ સમક્ષ ક્વોશિંગ પિટિશન કરવામાં આવી છે. જેમાં પ્રાથમિક સુનાવણીના અંતે હાઇકોર્ટના જસ્ટિસ દિવ્યેશ એ. જોશીની ખંડપીઠે વચગાળાની રાહત આપતાં સેશન્સ કોર્ટના આદેશ ઉપર હાલ સ્ટે આપ્યો છે. સાથે જ રાજ્ય સરકાર સહિતના પ્રતિવાદીઓને નોટિસ પાઠવીને કેસની વધુ સુનાવણી 30મી જૂને મુકરર કરી છે.

Advertisement

આ કેસમાં નીચલી અદાલતમાં એક આરોપીએ BNSSની ધારા 482 હેઠળ આગોતરા જામીન અરજી કરી હતી. જે કેસમાં સેશન્સ કોર્ટે તેની સત્તા બહાર જઇને પોલીસ ઇન્સ્પેક્ટર વિરુદ્ધ તપાસ કરી એક મહિનામાં પ્રાથમિક અને છ મહિનામાં અંતિમ રિપોર્ટ રજૂ કરવાનો હુકમ કર્યો હતો, જે એક રીતે તેમની વિરુદ્ધની મીની ટ્રાયલ હોવાની રજૂઆતPIએ હાઇકોર્ટ સમક્ષ કરી છે. અરજદાર ઙઈં નિકુંજકુમાર અજિતસિંહ ચાવડાએ એડવોકેટ ઉત્કર્ષ દવેએ હાઇકોર્ટ સમક્ષ ક્વોશિંગ પિટિશન કરી હતી. જેમાં એ મતલબના મુદ્દા ઉપસ્થિત કર્યા હતા કે,9-4-2025ના રોજ આગોતરા જામીન અરજીના કેસમાં જામનગર એડિશનલ સેશન્સ જજે એક આદેશ કર્યો હતો.

જેમાં જામીન અરજીના મુદ્દાથી આગળ વધી અને સત્તાથી બહાર જઇ અરજદાર પીઆઈ સામે તપાસ હાથ ધરવા અને તપાસનો રિપોર્ટ રજૂ કરવા હુકમ કર્યો હતો. આ હુકમ કોર્ટની સત્તાની બહારનો વિષય છે. વધુમાં એવી રજૂઆત કરાઈ હતી કે,ધારો કે પીઆઈ તરફથી કોઇ છીંડા પણ હોય તો પણ કાયદાના પ્રસ્થાપિત સિદ્ધાંત મુજબ કોર્ટની પાસે માત્રને માત્ર ડિસિપ્લિનરી ઓથોરિટીને હકીકત ધ્યાને દોરવાની સત્તા હોય છે. કોર્ટ ઓથોરિટીને કોઇ અધિકારી વિરુદ્ધ તપાસ કરવાના આદેશ કરી શકે નહીં. કોર્ટ ડિસિપ્લિનરી ઓથોરિટીના પેંગડામાં પગ નાખી શકે નહીં. કોર્ટે મીની ટ્રાયલ ચલાવીને અને પુરાવા મળી જ ગયા છે એવી ધારણાના આધારે પોલીસ અધિકારી સામે કાર્યવાહીનો હુકમ કર્યો છે. તેથી આવા બેબુનિયાદ અને કાયદાની સત્તાથી વિરુદ્ધના આદેશને રદબાતલ કરવામાં આવે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement