For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કાયદાના રક્ષકોએ જ કાયદો હાથમાં લીધો, પોલીસકર્મીઓનું પ્રેમપ્રકરણ મારામારી સુધી પહોંચ્યું

05:05 PM Jul 05, 2025 IST | Bhumika
કાયદાના રક્ષકોએ જ કાયદો હાથમાં લીધો  પોલીસકર્મીઓનું પ્રેમપ્રકરણ મારામારી સુધી પહોંચ્યું

શહેરમાં પોલીસકર્મીઓનું પ્રેમ પ્રકરણ મારામારી સુધી પહોંચી ગયું છે. કાયદાના રક્ષકોએ જ કાયદો હાથમાં લીધો છે. મળતી માહિતી પ્રમાણે, સાયબર ક્રાઇમમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ જીત પાઠકને મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી એક પોલીસકર્મી સાથે પ્રેમ થયો હતો. જીત પાઠક નામનો પોલીસકર્મી મહિલા પોલીસકર્મી યુવતીને છેલ્લા 7 દિવસથી ભગાડી ગયો છે.

Advertisement

ત્યારે યુવતીના ગોંડલમાં PSI તરીકે ફરજ બજાવે છે.યુવતીના ભાઈએ તેના બેચમેટ PSI ધામેલીયાને ફોન કરી સમગ્ર ઘટનાની જાણ કરી હતી. ગોંડલથી PSI ધામેલીયા, LRD આશિષ ગઢવી તેમજ રાજકોટના યોગી તેમજ નંદન નામના વ્યક્તિઓએ યુવતીને ભગાડી જનારા પોલીસકર્મી જીત પાઠકની શોધખોળ શરૂૂ કરી છે.માલવિયા નગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ જય રંગાણી યુવતીને ભગાડી જનારા કોન્સ્ટેબલ જીત પાઠકનો મિત્ર છે. ત્યારે તેના ઘરે પહોંચીને પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. ત્યારે પજીત ક્યાં છે?થ તેમ કહી જય રંગાણી સાથે મારકૂટ કરવામાં આવી હતી.

30 જૂન 2025ના રોજ રાત્રે 9.45 વાગ્યે માથાકૂટ કરી મારામારી કરવામાં આવી હતી. કાયદાના રક્ષકોએ જ ભાન ભૂલીને પોલીસકર્મી પર જ હુમલો કર્યો હતો. પોલીસ - પોલીસ વચ્ચે મારકૂટની સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે. જો પોલીસ જ આવી બાબતમાં કાયદો હાથમાં લેશે તો અન્ય વ્યક્તિઓ શું બોધપાઠ મેળવશે?મારકૂટ મામલે પોલીસ પોલીસ વચ્ચે સમાધાન થઇ જતા પોલીસ ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ પ્રેમી પંખીડા હજુ પણ ફરાર છે. હાલ પોલીસકર્મી યુવતીના પરિવારજનો તે બંનેને શોધી રહ્યા છે

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement