ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ભાવનગરમાં મંદિરે પૂજા કરવા ગયેલા વૃધ્ધના સોનાના ચેઇનની ચીલઝડપ

01:14 PM Apr 16, 2025 IST | Bhumika
Advertisement

એક્ટિવા પર આવેલા બે શખ્સો કળા કરી ગયા

Advertisement

શહેરના જ્વેલ્સ સર્કલ,ગૌરીશંકર સોસાયટીમાં રહેતા વૃદ્ધ મહિલા ઘર પાસે આવેલ મંદિરે પૂજા કરવા માટે ગયા હતા ત્યારે એકટીવા સ્કૂટર ઉપર આવેલા બે અજાણ્યા શખ્સ મહિલાને વાતોમાં ભોળવી સોનાનો ચેઇન લઈને ફરાર થઈ ગયા હતા.

આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર શહેરના જ્વેલ્સ સર્કલ પાસે આવેલ ગૌરીશંકર સોસાયટીમાં રહેતા વૃદ્ધા લલિતાબેન શાંતિભાઈ જોશી ગત સોમવારે સવારે ઘર નજીક આવેલ મંદિરે દર્શન અને પૂજા કરવા માટે ગયા હતા તે દરમિયાન સફેદ કલરની નંબર પ્લેટ વગરના એકટીવા સ્કૂટર ઉપર આવેલા બે અજાણ્યા શખ્સોએ ખોડીયાર મંદિર જવા માટે પૂછપરછ કરી મહિલાને વાતોમાં ભોળવ્યા હતા અને વૃદ્ધાએ ગળામાં પહેરેલ સોનાનો ચેઇન કિં.રૂૂ.50,792 જોવા માટે માંગી વાતોમાં ભોળવી ચેઇન લઈને એકટીવા સ્કૂટર ઉપર ફરાર થઈ ગયા હતા.આ બનાવ અંગે લલિતાબેન શાંતિભાઈ જોશીએ બે અજાણ્યા શખ્સ વિરૂૂદ્ધ બોરતળાવ પોલીસ મથકમાં બેઅજાણ્યા શખ્સ વિરૂૂદ્ધ ચેન ચોરી તડફાવી ગયાની ફરિયાદ નોંધાવી છે.

Tags :
bhavnagarbhavnagar newscrimegujaratgujarat news
Advertisement
Next Article
Advertisement