ઉપલેટા પંથકના વેણુ અને મોજ ડેમના દરવાજા ખોલાયા
ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે રાત્રે થી શરૂૂ થયેલો વરસાદ 10 વાગ્યા સુધી પડેલ હતો ગ્રામ્ય વિસ્તારમાં 4 થી 5 થી વરસાદ પડતા તાલુકાના મોજીરા ગામ પાસે આવેલ મોજ ડેમ ના પાટીયા 15 દરવાજા 5 ફૂટ ખોલવામાં આવેલ હતા 10584 કુયસેટ પાણીની આવક તથા જાવક થયેલ હતી જ્યારે તાલુકાના ગાયત્રી આશ્રમ ગધેથઙ ખાતે આવેલ વેણુ 2 ડેમ ના 10 દરવાજા 7 ફૂટ ખોલવામાં આવેલ હતા.
27 704 કુયસેટ પાણીની આવક તથા જાવક થયેલ હતી ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામે આવેલ ફુલઝર ડેમ આજે સવારે ઓવરફ્લો થતાં પાકા પારા ઉપરથી પાણી ઓવરફ્લો થયેલ હતું મોટી પાનેલી ગામના ઉપ સરપંચ જતીનભાઈ ભાલોડીયા ડેમ ઉપર મુલાકાત લીધેલા હતા મોટી પાનેલી ગામમાં પીવાનું પાણી આ ડેમમાંથી પૂરું પાડવામાં આવેલ છે ઉપલેટા સીટી 15મી મી મોસમનો કુલ વરસાદ 40 મી મી થયેલ છે નાગવદર તથા વરજાગ જાળીયા તથા ની લાખા તથા લાઠ ગામોમાં વરસાદ પડેલ છે પ્રેમોના પાટીયા ખોલતા ભાદર તથા વેણુ તથા મોજ નદીમાં ઘોડાપૂર આવેલ હતી.