For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અસલી પોલીસની ઓળખ આપી ‘તોડ’ કરવા નીકળી પડેલા ‘નકલી પોલીસ’ને અફસોસનો પાર નથી !

04:42 PM Nov 26, 2024 IST | Bhumika
અસલી પોલીસની ઓળખ આપી ‘તોડ’ કરવા નીકળી પડેલા ‘નકલી પોલીસ’ને અફસોસનો પાર નથી
Advertisement

રાજયમાં ઠેર ઠેર નકલી પોલીસ, નકલી આઇપીએસ અધિકારી, નકલી કલેકટર, નકલી ડોકટર પકડાયાના અનેક દાખલાઓ પોલીસ ચોપડે નોંધાયેલા છે. ત્યારે રાજકોટ શહેરમાં ગઇકાલે આજી નદીના કાઠે બાપા સિતારામ શેરી નં ર/3ની વચ્ચે રહેતો અને મજુરી કામ કરતો વિજય વિનુ ગોહેલ નામનો યુવાન રાત્રીના સમયે એકાદ વાગ્યે મામાના પુત્ર પરાગ સાથે તેના ઘર પાસે બેઠો હતો બંને સામાજીક અને કૌટુંબિક વાતો કરતા હતા.

તેવામાં એક અજાણ્યો શખ્સ એકટીવામાં આવી પહોંચ્યો હતો અને અહી કેમ મોડી રાત સુધી બેઠા છો. ઘરે જઇને સુઇ જાવ. ત્યારબાદ પરાગે આ શખ્સને પુછયુ કે તમે કયાથી આવો છો. જેથી આ શખ્સે પોતે ક્રાઇમ બ્રાંચ પોલીસ સ્ટેશનમાંથી આવે છે અને તેમા ફરજ બજાવે છે તેમ કહયુ હતુ. સાથો સાથ બંનેને ધમકાવતા આ અજાણ્યા શખ્સે કહયુ કે તમે બંને દારૂનો ધંધો કરો છો. જેથી વિજય અને પરાગે અમે કોઇ દારૂનો ધંધો નથી કરતા તેમ જણાવ્યુ હતુ. ચાલ મને તારૂ ઘર બતાવ તેમ કહી તપાસ કરવા આ અજાણ્યો શખ્સ ત્યા લઇ ગયો હતો. ત્યારબાદ વિજયે આ શખ્સ પાસેથી ઓખળ કાર્ડ માંગતા ગોળ ગોળ વાતો કરવા માંડયો હતો. તેમજ પોતાનુ એકટીવા લઇ ત્યાથી ભાગી ગયો હતો.

Advertisement

આ ઘટના બાદ ગઇકાલે આ શખ્સ પોતે પોલીસ બની દારૂની રેડ કરવા ગયો હોવાની વિડીયોમાં કબુલાત કરતો હોવાનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો. બાદમાં થોરાળા પોલીસ એકશનમાં આવી પીઆઇ એન. જી. વાઘેલાની રાહબરીમાં હેડ કોન્સ. ચેતનભાઇ મકવાણા અને રાઇટર સંજયભાઇ ચૌહાણ સહિતના સ્ટાફે વિડીયોમાં દેખાતા શખ્સને ઝડપી પાડયો હતો અને પોતે માધાપર ગામમાં રહેતો હોવાનુ અને તેનુ નામ અજય વજુભાઇ સવસાદીયા જણાવ્યુ હતુ. ત્યારબાદ પોલીસ તપાસમાં જાણવા મળ્યુ હતુ કે આરોપીની પુછપરછમાં પોતાનો મગજ ભમતો હોય જેથી આ ભુલ થઇ ગઇ હતી અને પોલીસ સુત્રોમાંથી એવી ચર્ચા પણ થઇ રહી છે કે આરોપી હજી પોલીસનો બાતમીદાર છે. અજયને સ્થાનીક લોકોએ મેથીપાક ચખાડયો હોવાનુ પણ પુછપરછમાં સામે આવ્યુ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement