‘તું કેમ સાઈડમાં રિક્ષા ચલાવતો નથી’ તેમ કહી યુવકને છોટાહાથીના ચાલકે ડીસમીસ ઝીંક્યું
ગોંડલ ચોકડી પાસેની ઘટના : યુવાનને આંખમાં ઈજા પહોંચતા સારવારમાં ખસેડાયો
શહેરમાં જંગલેશ્ર્વર વિસ્તારમાં રહેતો યુવાન પોતાની રીક્ષા લઈ વાવડી ગામે કારખાનામાં માલ ભરવાજતો હતો ત્યારે ગોંડલ ચોકડી પાસે પહોંચતા અજાણ્યા છોટા હાથીના ચાલકે તુ કેમ સાઈડમાં રિક્ષા ચલાવતો નથી તેમ કહી આંખ ઉપર ડીસમીસનો ઘા ઝીંકી દીધો હતો. યુવકને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયો હતો. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જંગલેશ્ર્વરમાં રહેતો અને રિક્ષા ચલાવતો આરિફ ઈબ્રાહીમભાઈ અભેસોરા નામનો 25 વર્ષનો યુવાન બપોરના ચાર વાગ્યાના અરસામાં પોતાની રીક્ષા લઈ ગોંડલ ચોકડી પાસે પસાર થઈરહ્યો હતો ત્યારે અજાણ્યા છોટાહાથીના ચાલકે તુ કેમ સાઈડમાં રિક્ષા ચલાવતો નથી. તેમ કહી ઝઘડો કરી આંખ ઉપર ડીસમીસનો ઘા ઝીંકી દીધો હતો. યુવકને આંખના ભાગે ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક પુછપરછમાં આરિફ અભેસરા એક બહેન એક ભાઈમાં મોટો છે. અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઈકાલે રિક્ષા લઈ વાવડી ગામે કારખાનામાં માલભરવા જતો હતો ત્યારે અજાણ્યા છોટાહાથીના ચાલકે ઝઘડો કરી આંખ ઉપર ડીસમીસનો ઘા ઝીંકી દીધો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે આજીડેમ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.