બોલબાલા માર્ગ પાસેથી 432 દારૂની બોટલ ભરેલી ફોર્ચ્યુનર કારનો ચાલક ઝડપાયો
શહેરમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરો દ્વારા નવા-નવા કિમીયા અજમાવાઇ રહ્યા છે. ત્યારે પોલીસ પણ સર્તક થઇ બુટલેગર ઉપર નજર રાખતી જોવા મળી રહી છે. ત્યારે મોડી રાત્રે બોલબાલા માર્ગ પાસે રાધે ચોક નજીકથી દારૂ ભરેલી ફોરચ્યુનર કાર પસાર થતી હોવાની બાતમી મળતા ભક્તિનગર પોલીસે કારને અટકાવી તલાસી લેતા તેમાંથી 1.86લાખનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ સાથે પોલીસે ચાલકની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે. ભક્તિનગર પોલીસ મથકના પીએસઆઇ વસાવા, રાજદિપસિંહ જાડેજા, અરવિંદભાઇ ફતેપરા, કરણભાઇ કોઠીવાર સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.
ત્યારે બાતમીના આધારે બોલબાલા માર્ગ પર આવેલા રાધે ચોક નજીકથી પસાર થઇ રહેલી ફોરચ્યુનર કારને અટકાવી તલાસી લેતા તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની 432 બોટલ રૂા.1.86 લાખની મળી આવી હતી. તેમજ કારમાં સવાર ચાલકની પૂછપરછ કરતા પોતે પોતાનું નામ રાજ વલ્લભભાઇ સાંકડીયા (રહે. ગોંડલ રોડ વાવડી ગામ મટુકી રેસ્ટોરન્ટ પાસે વ્રજ એપાર્ટમેન્ટ) ધરપકડ કરવામાં આવી હતી. દારૂનો જથ્થો કયાંથી લવાયો? એ અંગે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ સાથે ભક્તિનગર પોલીસે રૂા.11.91 લાખનો મુદ્દામાલ જપ્ત ર્ક્યો હતો.