For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સોસાયટીના પ્રમુખ દંપતીએ હિસાબનો ખાર રાખી પૂર્વ મહિલા પ્રમુખના પુત્રને માર માર્યો

04:41 PM Sep 14, 2024 IST | Bhumika
સોસાયટીના પ્રમુખ દંપતીએ હિસાબનો ખાર રાખી પૂર્વ મહિલા પ્રમુખના પુત્રને માર માર્યો
Advertisement

ગોંડલ રોડ ઉપર ડિમાર્ટની બાજુમાં આવેલ રાધે હાઈટ્સમાં રહેતા આકાશ મનોજભાઈ અંબાસણા નામનો 26 વર્ષનો યુવાન રાત્રીના 12:30 વાગ્યાના અરસામાં ફ્લેટના પાર્કિંગમાં હતો ત્યારે સોસાયટીના પ્રમુખ સંજય ભીમાણી અને કલ્પનાબેન ભીમાણીએ ઝઘડો કરી ફડાકા ઝીંકી દીધા હતાં. યુવકને ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

આ અંગે સિવિલ હોસ્પિટલ ચોકીના સ્ટાફે માલવિયાનગર પોલીસને જાણ કરતા માલવિયાનગર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.

Advertisement

પ્રાથમિક પુછપરછમાં આકાશ અંબાસણાની માતા અલ્કાબેન અંબાસણા અગાઉ સોસાયટીના પ્રમુખ હતાં. અને હાલમાં સંજયભાઈ ભીમાણી સોસાયટીના પ્રમુખ છે. જેથી સંજયભાઈ ભીમાણી જૂના હિસાબનો ખાર રાખી અલ્કાબેનના પુત્ર આકાશ અંબાસણાને માર માર્યો હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવ અંગે માલવિયાનગર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement