ધ્રાંગધ્રામાં 100થી વધુ લોકો પાસે કરોડોનું રોકાણ કરાવી કંપનીએ તાળાં મારી દીધા
ધ્રાંગધ્રા ના પોસ્ટ ઓફિસ રોડ પર પ્રસિધ્ધિ નિર્માણ મલ્ટી સ્ટેટ ગૃપ હાઉસીંગ સોસાયટી ના નામે પાચ વષઁથી ઓફીસ ખોલી દર મહિને રોકાણ કરી 6 વષઁ સુધી રોકાણ કરી રોકાણ અને વ્યાજ સાથે નાણા પરત આપવાની સ્કીમ મા રોકાણ કરાવી ધ્રાંગધ્રા શહેર તથા આસપાસ ના ગામોમાં થી અંદાજીત એક કરોડ વઘુ રકમનું ચીટીંગ કરી ઓફીસ ને, તાળા મારી રફુચકર થઈ જતા 100 થી વધુ લોકો એ કોરોના સમયે રોકાણ કરવાનુ ચાલુ કર્યુ હતુ. તેઓના તમામ નાણા ડુબી જતા હાલ મામલો પોલીસમાં પહોંચ્યો છે.
ધ્રાંગધ્રા વિસ્તારમાં મહીને હપ્તા ભરી ને રોકાણ કરી સારૂૂ વળતર મેળવાની સ્કીમો, સાથે ની અનેક લેભાગુ કપની જોવા મળ છે લાલચમાં આવી અનેક લોકો ના નાણા ગુમાવી છે ત્યારે ધ્રાંગધ્રા મા પાલનપુર ની પ્રસિધ્ધિ નિવારણ મલ્ટી સ્ટેટ ગૃપ હાઉસીંગ સોસાયટી નામની કપની દ્વારા દર મહિને એક હજાર રૂૂપિયા નુ રોકાણ કરી 6વષઁમા 72000 હજાર નુ રોકાણ કરાવી 98000 હજાર આપવા ની લાલચ આપી રોકાણ કરવામાં આવતું ત્યારે ધ્રાંગધ્રા શહેર તથા આસપાસ ના ગામોમાંથી અનેક લોકો દ્વારા કપની મા નાણા નુ રોકાણ કરવા મા આવ્યુ હતુ કપની દ્વારા પોતાની ઓફીસ ને તાળા મારીને રફુચકર થઈ ગઈ હતી ત્યારે પાલનપુર હેડ ઓફીસ મા તપાસ કરવા મા આવતા ત્યા પણ તાળા હોવાનું જાણવા મળ્યું છે ત્યારે ધ્રાંગધ્રા વિસ્તારમાં માથી એક કરોડ થી વઘુ રૂૂપીયા નુ રોકાણ કપની મા કરવામાં આવ્યું હતુ ત્યારે કંપની ને તાળા લાગી જતા લોકોને નાણા ગુમાવવાનો, વારો આવ્યો છે ત્યારે કપની સામે પોલીસ ફરિયાદ ની પણ કાયઁવાહી કરવામાં આવી છે કપની દ્વારા રોકાણ સામે કપની દ્વારા પાકી પોહચ આપવામાં આવતી હતી તેના આધારે પોલીસ ફરિયાદ માટેની તજવીજ કરવામાં આવી છે.
ધ્રાંગધ્રાના લતાબેને જણાવ્યુ હતુ કે કપની દ્વારા શેર આપી રોકાણ કરવી સારૂૂ વળતર આપવાની લાલચ આપી મારા સહીત અનેક લોકો એ, રોકાણ કરેલ કપની દ્વારા પાકી પોહચ સટીઁ આપી વિશ્વાસ જીત બાદ મા નાણા પાકવાના સમયે ઓફીસ ને તાળા મારી રફુચકર થઈ જતા મહીલા દ્વારા પોતાની મેહનત ના નાણા રોકયા હતા ડુબી જતા મુશ્કેલીઓ મુકાઈ ગયા છીએ કંપની ના સંચાલકો પકડી અમારા રોકેલ નાણા મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી માગ છે.
કિરિટસિંહ જાડેજાએ જણાવ્યુ હતુ કે કંપની ધ્રાંગધ્રા સ્થીત ઓફીસ મા તાળા જોવા મળે છે જયારે કપની દ્વારા પાકી પોહચ અને સટીઁ આપી વિશ્વાસ કેળવામા આવતો હતો.
કંપનીમાં મોટાભાગે ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો અને મહિલાઓ રોકાણ કરી ભોગ બન્યા
કંપની દ્વારા ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં એજન્ટો, રાખીને રોકાણ કરવા માટે સ્કીમ દ્વારા ખેડૂતો પરીવાર પાસે રોકાણ કરવા મા આવતુ હતુ આમ ત્યારે કંપની ને, તાળા લાગી જતા ખેડૂતો અને ગરીબ પરીવાર ના લોકો ને પોતાની મુડી ગુમાવવાનો, વારો આવ્યો છે અમરતભાઇ પટેલે જણાવ્યુ હતુ કે, અમારી સાથે દર મહિને 1000 નુ રોકાણ 6વષઁની સ્કીમ મા કરાવી પાકતી મુદદતે 98000 નુ વળતર આપવા નુ જણાવ્યું હતું પણ કપની દ્વારા તાળા મારી રફુચકર થઈ જતા મારા અમારા ગામના અનેક લોકો ના નાણા ડૂબ્યા છે સંચાલકો સામે ફરિયાદ કરવાની કાયઁવાહી કરવામાં આવી છે.