દાહોદની બાળકીના હત્યા કેસમાં ફક્ત 12 દિવસમાં ચાર્જશીટ ફાઈલ કરાઈ
દુષ્કર્મનો પ્રયાસ કરી હત્યા કરનાર પ્રિન્સિપાલને સજા અપાવવા સરકારના ત્વરિતના પગલા
દાહોદમાં 15 દિવસ અગાઉ થયેલ બાળકી હત્યા કેસમાં દાહોદ પોલીસે 12 દિવસમાં ચાર્જશીટ કરી છે.આજે પોલીસ દ્રારા ચાર્જશીટ ફાઈલ કરી દેવામાં આવશે,તોરણી ગામે શાળાના આચાર્યએ બાળકીની ગળુ દબાવીને હત્યા કરી હતી,આ સમગ્ર ઘટનાનો ભેદ પોલીસે એક દિવસમાં ઉકેલી દીધો હતો અને આરોપી આચાર્યને જેલ હવાલે કર્યો છે.
દાહોદ જિલ્લામાં શિક્ષણ આલમને શર્મસાર કરતી ઘટના સામે આવી હતી. જેમાં શાળાના આચાર્ય ગોવિંદ નટ દ્વારા ધોરણ એક માં અભ્યાસ કરતી છ વર્ષની બાળકી જોડે દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો.ત્યારબાદ બાળકીનું મો દબાવી હત્યા કરી નાખી હતી. અને બાદમાં પોલીસ જોડે તપાસમાં જોડાઈ ગયો હતો પરંતુ પોલીસે ટેકનિકલ સોર્સના મદદથી ગુનાનો ભેદ ઉકેલી આચાર્યની ધરપકડ લીધી છે.
ગત તારીખ 19.09.2024 ના રોજ સિંગવડ તાલુકાના તોરણી પ્રાથમિક શાળામાં પહેલા ધોરણમાં ભણતી છ વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.ઘટનાની ગંભીરતા જોતા દાહોદ જઙ ડો. રાજદીપસિંહ ઝાલા, કઈઇ, જઘૠ, સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. બાળકીનું પેનલ પીએમ કર્યા બાદ તેનું શ્વાસ રૂૂંધવાથી મોત થયું હોવાની પુષ્ટિ થતાં પોલીસની તપાસ આગળ વધી હતી.અને 72 કલાકની ઇન્વેસ્ટિગેશન બાદ સમગ્ર ગુનાનો ભેદ ઉકેલી છ વર્ષની બાળકીની હત્યાના સંદર્ભમાં આચાર્ય ગોવિંદ નટને જેલ ભેગો કરી આગળની તપાસ હાથધરી છે.
બાળકી શાળાએ જવા તેની મમ્મી જોડે ઉભી હતી. તે અરસામાં આચાર્ય દ્વારા આ બાળકીને પોતાની કાળા કાચની ગાડીમાં બેસાડી થોડી દુર લઈ ગયા બાદ દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો. તે દરમિયાન બાળકી એ બુમાબૂમ કરતા તેનું મોઢું દબાવી હત્યા કરી દીધી હતી.અને ગાડી બંધ કરી શાળાના કામકાજમાં જોડાયો. સાંજે શાળા છૂટ્તા પહેલા ગાડીના કાચ ખોલ્યા જેથી બાળકી ગાડીમાં જોવાય અને શ્વાસ રૂૂંધવાથીથી તેનું મોત થયું હોય તેવું પ્રસ્થાપિત કરી શકાય.પરંતુ કોઈની નજર ન પડતા આખરે પોલીસથી બચવા માટે સાંજના છ વાગ્યાના અરસામાં બાળકીના મૃતદેહને શાળા પરિસરમાં ફેકી, તેના ચંપલ અને સ્કુલ બેગ શાળામાં મૂકી દીધા હતા.