ધર્મની બહેનના ઝઘડામાં વચ્ચે પડેલા ભાઈનું ભાણેજ સહિત ચારે ઢીમ ઢાળી દીધું
કોઠારિયા સોલવન્ટની ઘટના; મિત્ર યુવતીને સાથે ફરવા મુદ્દે માતાએ ઠપકો આપતાં થયેલી બોલાચાલીમાં ખૂની ખેલ ખેલનાર યુવતી સહિતના હત્યારા ઝડપાયા : રિમાન્ડની તજવીજ
રાજકોટમાં ખાખીનો ખોફ ઓસરીયો હોય તેમ ક્રાઈમના ગ્રાફમાં ઉછાળો જોવા મળી રહ્યો છે ત્યારે રંગીલુ રાજકોટ રકતરંજીત બન્યું હોય તેમ ચાર દિવસમાં હત્યાની ચાર ઘટના સામે આવી છે. જેમાં કોઠારીયા સોલવન્ટમાં ખુની ખેલ ખેલાતા ચકચાર મચી ગયો હતો. જેમાં મહિલાએ પુત્રને મિત્ર યુવતી સાથે ફરવા મુદ્દે ઠપકો આપતાં માતા-પુત્ર વચ્ચે ઝઘડો થયો હતો. જે ઝઘડામાં બહેનને છોડાવવા વચ્ચે પડેલા ધરમના ભાઈ ઉપર ભાણેજ અને તેની ગર્લફ્રેન્ડ સહિતના ચાર શખ્સોએ છરીના ઘા ઝીંકી યુવકનું ઢીમ ઢાળી દીધું હતું. યુવકના મોતથી પરિવારમાં કરૂણકલ્પાંત સર્જાયો હતો. પોલીસે યુવકના હત્યારા ચારેય શખ્સોને ઝડપી લઈ રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી મુજબ મુળ પરડીના ભાવેશભાઈ કરૂૂણાશંકર વ્યાસ (ઉ.વ.38) સાંજના અરસામાં શિતળાધર 25 વરીયામાં પોતાની ધર્મની બહેન વર્ષાબેન દાતીના ઘરે હતાં ત્યારે વર્ષાબેનના પુત્ર ધ્રુવ મુકેશભાઈ દુધરેજીયા, શ્વેત દીપસિંગ ગોહેલ, જેનીશ રજપૂત અને કૌશલ ઉર્ફે બાઠીયો સાધુએ છરીથી હુમલો કરતાં લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં હતાં. જ્યાં ભાવેશભાઈ વ્યાસનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો.
આ ઘટના અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે આજીડેમ પેલેસને જાણ કરતાં આજીડેમ પોલીસ મથકના પીઆઈ એ. બી. જાડેજા, પીએસઆઈ જે.જી. રાણા, હારૂૂનભાઈ ચનીયા, લક્ષ્મણભાઈ મકવાણા સહિતની ટીમે ઘટના સ્થળે અને હોસ્પિટલ ખાતે દોડી ગઈ હતી. મૃતક ભાવેશભાઈ વ્યાસના પત્નિ સગુણાબેન વ્યાસે ફરિયાદ નોંધાવી હતી. હરક્તમાં આવેલી બ્રાંચ અને આજીડેમ પોલીસ મથકની ટીમે રાતોરાત ચારેય શખ્સોને સકંજામાં લઈ રિમાન્ડની તજવીજ હાથ ધરી છે. સગુણાબેને નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે હું મારા દિકરાઓ દર્શન, યશ, પતિ ભાવેશભાઈ સાથે રહુ છું. મારા પતિ ભાવેશભાઈ સાથે મેં આઠ વર્ષ પહેલ કોર્ટ મેરેજ કર્યા છે. આગાઉ મારા લગ્ન નવયુગપરાના ભરતભાઈ ચૌહાણ સાથે થયા હતાં. તેના થકી જ આ બે દિકરાનો જન્મ થયો હતો. ભરત સાથે મનમેળ ન થતાં છૂટાછેડા લીધા બાદ ભાવેશભાઈ સાથે લગ્ન કર્યા હતાં. ભાવેશભાઈ છુટક ટ્રક ડ્રાઈવીંગ કરતાં હતાં. કોઠારીયા સોલવન્ટ શીતળાધર 25 વારીયામાં રહેતાં વર્ષાબેન દાતીએ મારા પતિ ભાવેશભાઈને ધર્મના ભાઈ બનવ્યા હોઈ જેથી મરા પતિ વરંવાર તેના ઘરે બેસવા જતા હતાં. ગઈ કાલે બપોર બાદ જમીને મરા પતિ વર્ષાબેનના ઘરે ગયા હતાં.
બાદમાં સાંજે મને વર્ષબેને ફોન કરી જાણ કરી હતી કે ભાવેશભાઈને મારા ઘર પાસે ઝઘડો થયો છે અને લાગી ગયું છે. જેથી હું મારા દિકરા સાથે વર્ષાબેનના ઘરે જતાં ઓરડીમાં મારા પતિ લોહીલુહાણ પડેલા હતાં. મેં આ બનાવ બાબતે વર્ષાબેનને પુછતાં વર્ષાબેને કહેલુ કે હું અને ભાવેશભાઈ મારા ઘરમાં બેઠા હતાં ત્યારે મારો દિકરો ધ્રુવ તેના મિત્રો જૈનીશ ઉર્ફ જેનીયો, શ્વેત ગોહેલ અને કૌશલ બાઠીયો આવ્યા હતાં. મારા દિકરા ધ્રુવે મારી સાથે ઝઘડો કરવાના ઇરાદે જ એવુ પુછયું હતું કે જયલો રજપૂત કયાં છે? જેથી મેં કહેલુ કે મને એની ખબર નથી. જેથી મારો દિકરો ધ્રુવ મારી સાથે મથાકુટ કરવા માંડયો હતો. તે ગાળો દેતો હોઈ મારા ધર્મના ભાઇ ભાવેશભાઈ તેને સમજાવા વચ્ચે પડતાં હત્યા કરી હોવાનું જણાવ્યું હતું. પોલીસે હત્યારા શખ્સોને ઝડપી લઈ રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.
રાજકોટમાં ચાર દિવસમાં ચાર હત્યા
રાજકોટમાં પોલીસની ધાક ઓસરી હોય તેમ હત્યાની ઘટનાના ગ્રાફમાં ઉછાળો આવ્યો હોય તેમ છેલ્લા ચાર દિવસમાં રાજકોટમાં હત્યાની ચાર ઘટના પ્રકાશમાં આવતાં ખળભળાટ મચી ગયો છે. જેમાં ત્રણ દિવસ પૂર્વે માયાણીનગર મેઈન રોડ પર ખીજડાવાડા રોડ નજીક ખુલ્લા પ્લોટમાંથી યુવકની હત્યા કરાયેલી લાશ મળી હતી. મેટોડામાં પત્ની સાથે આડાસંબંધ હોવાની શંકા સાથે યુવકનું ગળુ કાપી પતિ સહિતના શખ્સોએ ઢીમ ઢાળી દીધું હતું. જ્યારે મીરા ઉદ્યોગ ઈન્ડસ્ટ્રીઝમાંથી યુવકને પથ્થર ઝીંકેલી હાલતમાં લાશ મળી આવી હતી. જે ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં કોઠારીયા સોલવન્ટમાં ધરમની બહેનના ગૃહકલેશમાં વચ્ચે પડેલા ભાઈનું ભાણેજ અને તેની ગર્લફ્રેન્ડ સહિતના ચાર શખ્સોએ ઢીમ ઢાળી દીધું છે.