ગુજસીટોકના ગુનામાં છેલ્લા 1 વર્ષથી ફરાર ચડ્ડીબનિયાનધારી ગેંગનો સાગરીત ઝડપાયો
ગુજસીટોક ના ગુન્હામાં છેલ્લા 1 વર્ષથી નાસતા-ફરતા ચડ્ડી બનીયાનધારી ગેંગના સાગ્રીતને ક્રાઈમ બ્રાંચની ટીમે મહારાષ્ટ્રના માલેગાવથી ઝડપી લીધો હતો.
વર્ષ 2014 થી સને-2023 સુધીમાં રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોમાં તેમજ ગુજરાત રાજયના અલગ અલગ જીલ્લાઓમાં ચડ્ડી બનીયાનધારી ગેંગના સાગ્રીતોએ એકબીજા સાથે સંગઠીત થઇ આશરે 57 જેટલા ગંભીર ગુન્હાઓ જેવા કે ધાડ,લુંટ તથા ખુનની કોશીષ સાથે લુંટ, ઘરફોડ ચોરી, ગુન્હાહીત કાવત્રુ રચી બળજબરીથી કઢાવી લેવાના તેમજ ગેરકાયદેસર હથીયાર રાખવાના તેમજ ફાયરીંગ કરવા તેમજ ખુનની કોશીષ તથા જાનથી મારી નાખવાની ધમકી આપવાના તેમજ મકાન સળગાવી નાખવાના ગુન્હાઓને અંજામ આપેલ હોય અને આવા પ્રકારના ગુનેગારો ઉપર કાયદા મારફતે અંકુશ લાવવા આ ગેંગના કુલ 10 સભ્યો વિરૂૂદ્ધ ક્રાઈમ બ્રાંચમાં ગુજરાત કંટ્રોલ ટેરીરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ (ગુજસીટોક) હેઠળ ગુનો નોંધાયો હતો આ ગુનામાં આરોપી રાજુ સવસીંગ બારીયા જે ઘણા સમયથી નાસતો-ફરતો હોય જેને પડકી પાડવામાં ક્રાઈમ બ્રાંચની ટીમને સફળતા મળી હતી.
ખાનગી બાતમીદારો તથા ટેકનીકલ સોર્સીસથી મળેલ ચોક્કસ હકીકત આધારે નાસતા-ફરતા આરોપી રાજુ સવસીંગ બારીયાને મહારાષ્ટ્રના માલેગાવથી ઝડપ લીધો હતો. પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા,અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગરીયા ડીસીપી કાઇમ ડો.પાર્થરાજસિંહ ગોહિલ એસીપી ક્રાઇમ ભરત બી.બસીયાની સુચનાથી પી.આઈ એમ.આર. ગોંડલીયા, પી.આઈ એમ.એલ. ડામોરના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.કે.મોવલીયા અને તેમની ટીમના અમીત અગ્રાવત, દિપકભાઇ ચૌહાણ, સંજયભાઇ રૂૂપાપરા, યુવરાજસિંહ ઝાલા, મયુરભાઇ મિયાત્રા, રાજેશભાઇ જળુ,પ્રદિપસિંહ જાડેજા, વિશાલભાઇ દવેએ કામગીરી કરી હતી.