જામનગરના મેઘપરમાંથી ચાર મહિના પહેલાં સગીરાનું અપહરણ કરનાર આરોપી હૈદરાબાદમાંથી ઝડપાયો
જામનગર જિલ્લાના મેઘપર પડાણા વિસ્તારમાંથી આજથી ચાર મહિના પહેલા એક સગીરાનું અપહરણ થયું હતું,જે અંગે પડાણા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. જે સગીરાને ઉઠાવી જનાર શખ્સને શોધવા માટે પોલીસ ટુકડી એ તપાસનો દોર હૈદરાબાદ સુધી લંબાવ્યો હતો, અને ત્યાંથી સગીરા અને આરોપીને શોધી કાઢ્યા હતા, જેઓને જામનગર લઈ આવ્યા બાદ આરોપીની ધરપકડ કરી લઈ બે દિવસના રિમાન્ડ લેવાયો છે, જ્યારે સગીરા સાથે દુષ્કર્મ થયું હોવાનું સામે આવતાં આરોપી સામે દુષ્કર્મમાં ની કલમનો ઉમેરો કરાયો છે, અને સગીરાને તેના માતા-પિતા ને ઘેર મોકલી દેવાઇ છે.
આ બનાવની વિગતે એવી છે કે લાલપુરના મેઘપર પંથકમાંથી આજથી ચાર માસ પહેલા એક સગીરાનું અપહરણ થઈ ગયું હતું, અને પાડોશમાં રહેતો અર્જુન નારણભાઈ નાયક નામનો શખ્સ ઉઠાવી ગયા હોવાનું ધ્યાનમાં આવતાં મેઘપર પોલીસ મથકમાં તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી ઉપરોક્ત આરોપી સગીરાને લઈને જામનગર થી નીકળ્યા બાદ હૈદરાબાદ તરફ પહોંચ્યો છે, એવું મોબાઈલ ફોનના ટાવર લોકેશન પરથી જાણવા મળ્યું હતું. મેઘપર પોલીસ સ્ટેશનના દરમ્યાન ટીમ દ્વારા હુમન સોર્સ તથા ટેકનીકલ સોર્સ/મોબાઇલ કોલ ડીટેઇલ્સ આધારે ઉંડાણ પુર્વક તપાસ કરતાં, આરોપીના મોબાઇલ ફોનનુ લોકેશન તેલંગાણા રાજ્યના હૈદરાબાદ આજુબાજુ આવતુ હોવાનું જણાતા, મેઘપર(પડાણા) પો.સ્ટે.ના એ.એસ.આઇ. વિરેન્દ્રસિંહ સી. જાડેજા તથા પો. કોન્સ. પ્રદિપસિંહ ડી. જેઠવા અને મહિલા પો.કોન્સ. જ્યોત્સનાબેન વી. ઠાકોર હૈદરાબાદ ખાતે મોબાઇલ ફોનના લોકેશન વાળી જગ્યાએ જવા રવાના થયા હતા.
જ્યા પહોંચી ખાનગી રાહે તથા ટેકનીકલ માધ્યમથી તપાસ કરતાં આ કામેના આરોપીનુ મોબાઇલ ફોનનુ લોકેશન હૈદરાબાદની બાજુમાં મોઇનાબાદ ખાતે આવતું હોવાનું જણાતાં, ઉપરોક્ત પો.સ્ટાફ મોઇનાબાદ ખાતે પહોંચ્યો હતો. જ્યાં આરોપી અર્જુન નારણભાઇ નાયક તથા ભોગ બનનાર સગીરા બન્ને હાજર મળી આવતાં આરોપીની અટકાયત કરી લેવામાં આવી હતી, અને સગીરા સાથે તેને જામનગર લાવવામાં આવ્યો હતો, અને અદાલત સમક્ષ રજૂ કરી તેને બે દિવસના રિમાન્ડ પર લીધો છે.
સગીરાની તબીબી ચકાસણી કરાવતાં તેણી સાથે દુષ્કર્મ થયું હોવાથી આરોપી સામે દુષ્કર્મની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે, ઉપરાંત સગીરાને તેના માતા પિતાને ઘેર મોકલી આપી છે.