રાજકોટ જેલમાંથી પેરોલ મેળવી ફરાર થઇ ગયેલો આરોપી જામનગરમાંથી પકડાયો
રાજકોટ શહેરનાં અલગ અલગ ગુનામા સંડોવાયેલા આરોપીઓને પકડવા પેરોલ ફર્લો સ્કવોડ કાર્યરત છે. ત્યારે આજે રાજકોટ શહેરની ફેમીલી કોર્ટનાં ભરણપોષણનાં કેસમા જેલમા ગયેલા આરોપી જેલમાથી પેરોલ મેળવી ફરાર થઇ જતા આરોપીને જામનગર જીલ્લાનાં સીકકામાથી પકડી લઇ જેલ હવાલે કરવામા આવ્યો હતો.
વધુ વિગતો મુજબ રાજકોટ શહેરનાં કાલાવડ રોડ પર વૃંદાવન સોસાયટી પાસે વામ્બે આવાસ યોજના બ્લોક નં 31 કવાર્ટર નં 4 મા રહેતા ભરતપરી ભીખુપરી ગૌસ્વામી વિરુધ્ધ રાજકોટની ફેમીલી કોર્ટમા ભરણપોષણનો કેસ ચાલતો હોય આ મામલે તેને જેલ હવાલે કરવામા આવ્યો હતો. તેમણે રાજકોટ જેલમાથી પેરોલ મેળવી નીયત સમયે જેલમા હાજર થવાને બદલે જામનગર જીલ્લાનાં સીકકામા રહેતો હોય અને નાસ્તો ફરતો હોય જેથી રાજકોટ પેરોલ ફર્લો સ્કવોડનાં પીઆઇ બી. એમ. ઝણકાટની રાહબરીમા પીએસઆઇ જે. જી. તેરૈયા, એએસઆઇ અમૃતભાઇ મકવાણા, ઝહીરભાઇ ખફીફ, ધર્મેન્દ્રસિંહ ઝાલા, સામતભાઇ ગઢવી, રાજદીપસિંહ ચૌહાણ, સીરાજભાઇ ચાનીયા, રોહીતભાઇ કછોટ, કુલદીપસિંહ જાડેજા, દોલતસિંહ રાઠોડ અને શાંતુબેન મુળીયા સહીતનાં સ્ટાફે સીકકા ખાતેથી આરોપીને પકડી લઇ રાજકોટ જેલ હવાલે કર્યો હતો.