ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ભાગીદારે યુવતીના વાળ-ગળું પકડી નીચે પછાડી, બેભાન થઇ ત્યાં સુધી માર માર્યો

05:21 PM Dec 11, 2025 IST | Bhumika
Advertisement

શીતલપાર્ક પાસે ‘ધ સ્પાયર ટુ’ બિલ્ડિંગમાં બનાવ, ધંધા મામલે સલાહ આપતા માથાકૂટ થઇ

Advertisement

માસુમ દિકરીની નજર સામે જ આડેધડ ફટકારી , પોલીસમાં ફરિયાદ નોંધાતા આરોપીની ધરપકડ

રાજકોટના શિતલપાર્ક નજીક ધ સ્પાયર-2 બિલ્ડિંગમાં ઓફિસમાં મહિલાને માર મારતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ બન્ને મારામારીની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. આ ઘટનામા ગાંધીગ્રામ પોલીસ મથકમા યુવતીએ ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીને સકંજામા લઇ પુછપરછ શરુ કરી છે.

મહિલાએ જણાવ્યું છે કે, મારે નોકરીની જરૂૂરીયાત હોવાથી વર્ષ 2021માં ઓનલાઇન જોબ એપ્લીકેશન મારફત આકાશવાણી ચોકમા રહેતા મૌલીક પ્રફુલભાઈ નાદપરાનો સંપર્ક કર્યો હતો. મારે તેની સાથે ફોન ઉપર વાત પણ થઇ હતી અને ત્યારબાદ અમે બન્નેએ ભાગીદારીમાં ઓફિસ લઈને ધંધો કરવાનુ નક્કી કર્યું હતું. લોન લીધા બાદ તેના હપ્તા બન્ને સાથે ભરીશું તેવુ નકકી થયુ હતુ જેથી મેં લોન લઈને 2023માં 150 ફુટ રિંગ રોડ પર શીતલ્પાર્ક ચોકમાં "ધ સ્પાયર ટુ" નામની બિલ્ડિંગમાં ઓફિસ નં.913 લઈ અને પેકેજીંગ પ્રોડેક્ટનો ધંધો શરૂૂ કર્યો હતો.

ત્યારબાદ આ મૌલિક નાદપરાએ અમારા ધંધામા ધ્યાન આપવાનુ બંધ કરતા ધંધો ઓછો ચાલવા લાગ્યો હતો. હું તેને સમજાવતા તે મારી સાથે ઝઘડો કરી બોલચાલી કરતો હતો અને મને સલાહ આપતી નહીં તેવું કહેતો હતો.
જૂન, 2025માં હું મારી ઓફિસ ખાતે હતી, ત્યારે બપોરના 12 વાગ્યા આસપાસ મૌલિકને મેં બેંકમાં આપણી લોનના હપ્તા ભરવાનુ ચાલુ છે, જેથી તું ધંધામા ધ્યાન આપ કહેતા મૌલિક ઉશ્કેલાઇ ગયો હતો અને મને ખરાબ ગાળો આપવા લાગ્યો હતો. બાદમાં મારા વાળ પકડી, ગળું પકડી નીચે પછાડી જેમફાવે તેમ ઢીકા-પાટાનો માર મારવા લાગ્યો હતો. સાથે જ ઓફિસમાં પડેલા પ્લાસ્ટીકના નાનો પાઇપ લાવી મને શરીરે માર્યો હતો. ત્યારબાદ મારા વાળ પકડી હવે કોઇ સલાહ ન આપતી બાકી જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. બનાવ અંગે અરજી આધારે હાલ યુનિવર્સીટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મહિલાના વર્ષ 2017માં લગ્ન થયા હતા અને ત્યરબાદ તેમને લગ્ન જીવન દરમિયાન સંતાનમાં એક દીકરીનો જન્મ થયો હતો. જો કે, પતિ સાથે અણબનાવ થતા વર્ષ 2022માં પતિ સાથે છૂટાછેડા થઇ ગયા હતાં. આ પછીથી મહિલા તેની દીકરી સાથે પોતાના માવતરે રહેતી હતી. ભાગીદાર મૌલિકે બાળકીની હાજરીમાં માર મારતા બાળકીની ઉપર પણ માનસિક અસર થવા પામી છે અને તે ડરી ગઈ હોવાનો મહિલાએ ઉલ્લેખ કર્યો છે. ત્યારબાદ અવારનવાર રૂૂપિયા પરત આપી દેવા જાણ કરવામાં આવી હતી અને અરજી પાછી ખેંચી લેવા તેમજ સમાધાન કરવા દબાણ કરતો હતો. જો કે, થોડા દિવસ પૂર્વે ફરી રૂૂપિયા માંગણી કરતા બેફામ ગાળો ફોનમાં આપતા અંતે પોલીએ ફરિયાદ નોંધાવી છે. આરોપી મૌલિક સામે ગુનો નોંધવામા આવતા તેને સકંજામા લઇ લીધો હોવાનુ જાણવા મળી રહયુ છે.

યુવતીએ ધંધા માટે 60 લાખની લોન લીધી હોવાનો આક્ષેપ
યુવતી અને માર મારનાર મૌલિકે પેકેજિંગ પ્રોડ્કટનો ધંધો શરૂૂ કર્યો હતો, જેમાં યુવતીએ 60 લાખ રૂૂપિયાની લોન લીધી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ધંધામાં ધંધાકીય વાતચીત બાદ યુવકે ઉગ્ર બની મહિલાને માર મારી ધમકી પણ આપી હતી. મારામારીની આ ઘટના જૂન, 2025માં બની હતી. સમગ્ર કેસમાં 9 ડિસેમ્બર ના રોજ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement