વ્યાજખોરોનો આતંક, 15 લાખના 78 લાખ ચૂકવ્યા છતાં ચેક રિટર્ન કરાવ્યો
ટંકારા તાલુકાના ઘુનડા (સજનપર) ગામના વૃદ્ધ મહિલાના દિકરાએ આરોપી પાસેથી વ્યાજે ધંધા અર્થે 15 લાખ રૂૂપિયા લીધેલ હોય જે વ્યાજ પેટે 27 લાખ ચુકવી આપેલ હોય ત્યારબાદ આધેડ મહિલાનો દિકરો બીમારી સબબ મૃત્યુ પામેલ હોય તેમ છતા આરોપીએ વ્યાજની ઉઘરાણી ચાલુ રાખી આરોપીને કુલ. રૂૂ. 78 લાખ ચુકવી આપેલ હોય તેમ છતા બેન્કનો કોરો ચેક નાખી ચેક રીટર્નનો કેશ કરી વ્યાજના રૂૂપિયાની પઠાણી ઉઘરાણી કરતો હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ઘુનડા (સજનપર) ગામે રહેતા મુક્તાબેન ચંદુલાલ બરાસરા (ઉ.વ.55) એ આરોપી રમેશભાઈ દેવાભાઈ જારીયા રહે. ઉમીયનગર સોસાયટી રવાપર ઘુનડા રોડ મોરબીવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના દિકરા ધર્મેશે ધંધા અર્થે આરોપી પાસેથી રૂૂ.15,00,000/- 10% ના વ્યાજ પેટે લીધેલ હોય ફરીયાદીના દિકરા ધર્મેશે અઢાર માસ સુધી વ્યાજ પેટે કુલ રૂૂ.27,00,000/- ચુકવી આપેલ હોય ત્યાર બાદ ફરીયાદીનો દિકરો બીમારી સબબ મરણ જતા આરોપી ફરીયાદી પાસે વ્યાજવા રૂૂપીયાની માંગણી કરતા હોય જેથી ફરીયાદીએ બે વર્ષ સુધી વ્યાજવા પેટે કુલ રૂૂ.36, 00,000/- તથા મુદલ રૂૂ.15,000,00/- ચુકવી આપેલ હોય આમ ફરીયાદી તથા ફરીયાદીના દિકરા મરણજનાર ધર્મેશે આરોપીને કુલ રૂૂ.78,00,000/- ચુકવી આપેલ હોય તેમ છતા આરોપી ફરીયાદી પાસે અવાર-નવાર વ્યાજવા રૂૂપીયાની ફોનમાં તેમજ ઘરે આવી પઠાણી ઉધરાણી કરતા હોય તથા ફરીયાદી તથા ફરીયાદીના પતિ ચંદુલાલએ આપેલ સહી વાળા કોરા ચેકો બેંકમાં નાખી ચેક રીર્ટનનો કેશ કરી વ્યાજવા રૂૂપીયાની પઠાણી ઉધરાણી કરતો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
