કોડીનારમાં દિન દહાડે ખુલ્લી તલવારો સાથે લુખ્ખાઓનો આતંક
દુકાનમાં તોડફોડ કરી, ઘરે પહોંચી દુકાનદાર પર જીવલેણ હુમલો કર્યો
કોડીનાર છારાઝાંપા વિસ્તારમાં આવેલ જગદીશ ફાસ્ટ ફૂડ નામની દુકાન ઉપર આજે બપોરે સામાન્ય બાબતનું મનદુ:ખ લગાડી ઉશ્કેરાઈ જાય બેફામ બનેલા આવારા તત્વો એ જગદીશ ફાસ્ટ ફૂડ ની દુકાન ઉપર આવી ધોળે દિવસે માર્કેટમાં સીન સપાટા કરી તલવારો સહિતના હથિયારો લઈ ભર બજારમાં દુકાન ઉપર હુમલો કરી આતંક મચાવ્યો એટલેથી સંતોષ નહીં માની આ તત્વો એ ફાસ્ટ ફૂડના ધંધાર્થી ના ઘરે જઈ છરી વડે જીવલેણ હુમલો કરતા એકને ગંભીર ઈજા પોહચડતા સારવાર માટે રા.ના.વાળા હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો. બનાવની વિગત એવી છે કે છારાઝાંપા વિસ્તારમાં આવેલ જગદીશ ફાસ્ટ ફૂડ નામની દુકાન ચલાવતા ભાવિક હરેશભાઈ સાવનિયા સાથે જૂના મનદુ:ખ બાબતે વિશાલ વાઢેળ અને કુલદીપ વાઢેળ પોતાના મળતીયા મિત્રો સાથે ફોરવીલ માં જીવલેણ હથિયારો લઈ દુકાન ઉપર આવી હુમલો કરી આતંક મચાવ્યો હતો.
જોકે આ સમગ્ર ઘટના દિવસ દરમિયાન બની હોય ભર બજાર ની અંદર વેપારીઓમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. બજારની અંદર ગ્રાહકો બજાર છોડી ભાગી ચૂક્યા હતા જ્યારે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા જોકે આ ઘટના બાદ આગેવાનોએ વચ્ચે પડી સામાન્ય બાબતનું સમાધાન કરાવ્યા બાદની કલાક બાદ આ આવારા તત્વો સંતોષ નહીં માની જગદીશ ફાસ્ટ ફૂડ ના ધંધાર્થી ભાવિકભાઈ ના ઘરે જીવલેણ હુમલો કરવા ની તૈયારી સાથે પહોંચી ઘરે હાજર ભવિકભાઈ ના નાનાભાઈ પરિવારને બહાર મૂકવા જતા ઘરની બહાર જ મળી આવતા તેના ઉપર છરી જેવા તીક્ષણ હથિયારોથી જાન લેવા હુમલો કર્યો હતો.
ભાઈ પોતાનો જીવ બચાવવા તાત્કાલિક ગાડીમાંથી ઉતરી અને ઘરમાં ઘૂસી ગયા હતા જો કે આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા વધુ આંતકના મચાવી સ્થળ ઉપરથી પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી આ ઘટના થી સોસાયટીમાં રહેતા પરિવારોની અંદર ભયનો માહોલ ફેલાવ્યો હતો. જોકે આ બંને ઘટના બાદ ગંભીર ઇજા પહોંચેલા ધ્રુવ સવનીયાં ને કોડીનારની રા.ના.વાળા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે જ્યારે કોડીનાર પોલીસ દ્વારા બંને ઘટનાના સીસીટીવી ફૂટેજો મેળવી અને ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. કોડીનાર વિસ્તારમાં આ જ તત્વો ઉપર ભૂતકાળ અનેક ગુનાઓ નોંધાયેલા હોય હવે પોલીસ આ તત્વો સામે શું પગલાં ભરે તે જોવું રહ્યું.
અત્રે ઉલ્લેખનીય છેકે આ ઘટના થી કોડીનાર પોલીસ ની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે કોડીનાર પંથક માં છેલ્લા કેટલાય સમયથી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથડી છે અને અનેકવાર ટોળાશાહી તેમ જ માથાભારે તત્વો દ્વારા શહેરને બાનમાં લેવાના પ્રયાસો થાય છે ત્યારે કોડીનારની શાંતિપ્રિય જનતા માટે હવે પોલીસ શું પગલાં ભરશે તે જોવું રહ્યું.